અમદાવાદઃ વર્ષ 2019 એમ.એસ. સ્કૂલ બિન સચિવાલય વર્ગ-૩ પરીક્ષા પેપર લીક કેસ મામલના બે આરોપીઓને મંગળવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.
બિન-સચિવાલય પેપર લીકકાંડ, 2 આરોપીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા
વર્ષ 2019 એમ.એસ. સ્કૂલ બિન સચિવાલય વર્ગ-૩ પરીક્ષા પેપર લીક કેસ મામલના બે આરોપીઓને મંગળવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યાં છે.
હાઈકોર્ટે બન્ને આરોપીઓને જામીન આપવા નોંધ્યું હતું કે આ કેસમાં સરખો ગુનો કરનાર અન્ય આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. જેથી કોંગ્રેસી કાર્યકર્તા લખવિંદરસિંહ સંધુ અને મોહમદ ફારૂક કુરેશીના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે બંને આરોપીઓ અગાઉથી વચ્ચગાળાના જામીન પર બહાર છે અને તેમના રેગ્યુલર જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટે બંને આરોપીઓને 10,000 રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કર્યા છે. આ કેસના અન્ય આરોપીઓઓ પણ હાલ જામીન પર મુક્ત છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા 17 નવેમ્બરના રોજ લેવામાં આવી હતી. જોકે પેપર લીકનું પ્રકરણ સામે આવતા હોબળા બાદ 16મી ડિસેમ્બરના રોજ સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી.