ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવતીના પિતાની અરજી પર હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી - હાઇકોર્ટની સુનાવણી

ભાવનગર ખાતે રહેલી યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ આ યુવતીને ગર્ભ રહી જતાં તેનો ગર્ભપાત કરવાની પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. હાઈકોર્ટે ડૉકટરોને ગર્ભપાત કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ

By

Published : Sep 19, 2020, 3:48 AM IST

Updated : Sep 19, 2020, 4:00 AM IST

અમદાવાદઃ ભાવનગરમાં પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીને ગર્ભ રહી જતાં તેનો ગર્ભપાત કરવાની પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. હાઈકોર્ટે ડૉકટરોને ગર્ભપાત કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે યુવતીના હિતને ધ્યાનમાં રાખીને નિર્દેશ કર્યો છે.

યુવતીના પિતાની અરજી પર હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી

આ યુવતીએ અગાઉ હેબિયસ કોર્પસ રિટ દરમિયાન બે વાર કોર્ટ સમક્ષ તેના માતા પિતા સાથે રહેવાનો ઇનકાર કર્યો હતો. જો કે, કોર્ટે યુવતીને નારી સંરક્ષણ ગૃહ મોકલવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે ગર્ભપાતના આદેશ પહેલા ડૉકટરોની સલાહ બાદ નિર્દેશ આપ્યો છે. યુવતીના પેટમાં હાલ 12થી 14 સપ્તાહનો ગર્ભ છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 2018માં યુવતી તેના પ્રેમી સાથે ભાવનગરથી ભાગી ગઈ હતી. જ્યાં તેની સાથે ચાર મહિના રહ્યા બાદ તેને ગર્ભ રહી ગયો હતો. યુવતીના પિતા છોકરાથી નાખુશ હોવાથી તેનો ગર્ભપાત કરાવવા માટે અરજી કરી હતી.

Last Updated : Sep 19, 2020, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details