શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદના જાણીતા આયુર્વેદ કન્સલ્ટન્ટ અને હેલ્થ કેર સ્પીકર ડૉ. ભવદીપ ગણાત્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આયુર્વેદિક શેશન 3માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આયુર્વેદ અને ફૂડ સંદર્ભે સેમિનાર યોજાયો - Ahmedabad Latest News
અમદાવાદઃ શહેરનાં જાણીતા આયુર્વેદ કન્સલ્ટન્ટ અને હેલ્થકેર સ્પીકર દ્વારા પહેલ તો સો ઓફ આયુર્વેદ સ્ટેશન 3માં આયુર્વેદ અને ફૂડ વચ્ચે એનકાઉન્ટર વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધ હેલ્થ સો ઓફ આયુર્વેદિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
ધ હેલ્થ સો ઓફ આયુર્વેદિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
જેના વિશે વધુ માહિતી આપતાં ડૉ. ભાવદીપ ગણાત્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આયુર્વેદ દ્વારા દરેક રોગ જડમૂળથી નિકાલ કરવામાં આવતો હોય છે પણ તેમાં ચોક્કસપણે યોગ્ય ફૂડની કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે. આજના સમયમાં યુવાનો જ્યારે સતત જંકફૂડ તરફ વળી રહ્યા છે અને ખુબ જ નાની ઉંમરે રોગોનો સામનો કરતા હોય છે.
તે સમયે પોતાની સંભાળ કેવી રીતે રાખવી? કયો ખોરાક તેઓ માટે યોગ્ય છે અને કાચા ખોરાક ખાવાથી ડાયાબિટીસ અને મેદસ્વીતાથી બચી શકાય છે? તેવા મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.