મળતી માહીતી અનુસાર ગત સુનાવણીમાં રાજ્ય સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધ વધુ પુરાવવા રજૂ કરવા સમયની માંગ કરી હતી. કોર્ટે દલીલને માન્ય રાખી વધુ 26મી માર્ચના રોજ ધરવાનો આદેશ કર્યો હતો.અગાઉ જસ્ટિસ એ.જી. ઉરાઇઝીએ રાજ્ય સરકારને હાર્દિક પટેલને વિસનગર કેસમાં ફટકારવામાં આવેલી સજા અંગે એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે સરકારે સમયની માંગ કરી હતી.
સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું કહ્યું હાર્દિક પટેલની માંગ સ્વીકારવામાં આવશે તો શહેરમાં ફરી શાંતિ ભંગ થશે - ahemdabad
અમદાવાદ:પાસ કન્વીનર હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ રાખવા બાબતે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કોર્ટ કહ્યું કે જો હાર્દિકની માંગ સ્વીકારવામાં આવે તો ફરીવખત શહેરની શાંતિ ડોહડાઈ શકે છે.
અગાઉ જસ્ટિસ આર.પી. ધોલરીયાએ આ કેસને સાંભળવાનો ઇન્કાર કર્યો હતો. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે એવો નિવેદન આપ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી વિના અવરોધ લડી શકાય માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.વર્ષ 2015માં હાર્દિક પટેલે સ્થાનિક ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં સ્થાનિક કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા ફટાકરી હતી.