ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે અંતે શાળા સંચાલકોને સાથ આપ્યો, 6 મહિના બાદ પણ 25 ટકા જ ફી માફી - Vijay Rupani

કોરોના કાળમાં સ્કૂલો બંધ હોવા છતાં રુપાણી સરકારે અંતે શાળા સંચાલકોને સાથ આપ્યો અને વાલીઓના માત્ર 25 ટકાનું લોલીપોપ આપી દીધું છે. સ્કૂલો બંધ હોવા છતાં વાલીઓ 50 ટકા ફી ભરવા તૈયાર હતા પરંતુ સરકારે 6 મહિના બાદ પણ માત્ર 25 ટકા જ ફી માફીનો નિર્ણય લીધો છે.

સરકારે અંતે શાળા સંચાલકોને સાથ આપ્યો, 6 મહિના બાદ પણ 25 ટકા જ ફી માફી
સરકારે અંતે શાળા સંચાલકોને સાથ આપ્યો, 6 મહિના બાદ પણ 25 ટકા જ ફી માફી

By

Published : Oct 1, 2020, 9:32 AM IST

અમદાવાદઃ કોરોના કાળમાં સ્કૂલો બંધ હોવા છતાં રુપાણી સરકારે અંતે શાળા સંચાલકોને સાથ આપ્યો અને વાલીઓના માત્ર 25 ટકાનું લોલીપોપ આપી દીધું. સ્કૂલો બંધ હોવા છતાં વાલીઓ 50 ટકા ફી ભરવા તૈયાર હતા. પરંતુ સરકારે 6 મહિના બાદ માત્ર 25 ટકા જ ફી માફીનો નિર્ણય લીધો છે.

સરકારે અંતે શાળા સંચાલકોને સાથ આપ્યો, 6 મહિના બાદ પણ 25 ટકા જ ફી માફી
સરકારની આ નિર્ણયથી વાલીઓમાં નારાજગી છે. તેમનું કહેવું છે કે, આ નિર્ણય વાલીઓના હિતમાં નહીં પણ સંચાલકોના હિતમાં લેવામાં આવ્યો છે. વાલી મંડળના સભ્યે જણાવ્યું છે કે, આ મામલે વાલી મંડળની બેઠક મળશે ત્યારબાદ આગળની રણનીતિ કરવામાં આવશે. હાઇકોર્ટના ચુકાદા બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ વાલી મંડળ અને શાળા સંચાલકોની રજૂઆતો સાંભળી હતી અને મુખ્યપ્રધાન વિજય રુપાણીને તેનાથી વાકેફ કર્યા હતા, ત્યારબાદ કેબિનેટની બેઠક મળી હતી. જેમાં 25 ટકા ફી માફી ઉપરાંત કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

વાલીઓએ સંચાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, અમારી અપીલ છે કે, આ આંદોલન આગળ ન ચાલે તે માટે આપણે બધાએ શિક્ષણનું હિત જોવાનું છે. વાલીઓ અને સંચાલકોમાં વૈમન્યસ્ય ન વધે અને વિદ્યાર્થીઓનું હિત જળવાય તેવું કરવાનું છે. હવે કેન્દ્ર સરકારે જે નવી શિક્ષણ નીતિ આપી છે. તેના અમલીકરણ પર કામ કરવાનું છે. મારી વાલીઓ, સંચાલકોને અપીલ છે કે, આ અંગે કોઇ વાદવિવાદ ન થાય. બીજી બાજુ મંગળવારે, એટલે ગઇ કાલે, વાલી મંડળોમાં ફી ઘટાડા મુદ્દે વિખવાદ ઉભો થયો હતો. મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફીનું કોકડું ગુંચવાયું હતું. સ્કૂલ ફી માફી કરવી કે નહીં અને માફી કરવી તો કેટલી કરવી તે પણ સવાલ ઉભો થયો હતો.

ફી ભરવા મામલે ગુજરાત સરકારે વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ નોંધનીય છે કે, આ અગાઉ કેટલીય વાર વાલીઓએ રાજ્ય સરકારને સ્કૂલ ફી ઘટાડવા મામલે રજૂઆતો કરી હતી. તેમ છતાં સરકાર વાલીઓની વાતને અવગણતી હતી. પૂર્વે ગુજરાત હાઇકોર્ટે પણ ગુજરાતમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતાં દોઢ કરોડ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા અંગેનો આદેશ આપ્યો હતો. પરંતુ જે-તે સમયે સરકાર સમયના અભાવનું બહાનું કાઢીને છટકી ગઈ હતી.

રાજ્યમાં સ્કૂલોમાં ફી ભરવા મામલે અગાઉ હાઇકોર્ટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. વાલીઓ માટે સ્કૂલમાં ફી ભરવા મામલે હાઇકોર્ટે વાલીઓને ફી ભરવા મુદ્દે રાહત આપતા હાઇકોર્ટે ખાનગી શાળાઓમાં વાલીઓ ફી ન ભરી શકે તેનાં બાળકનું એડમિશન રદ કરવામાં ના આવે તેની સરકાર પાસે બાંહેધરી માગી હતી.

જો કે, છેલ્લાં કેટલાંય સમયથી શાળાઓમાં સંચાલકો દ્વારા ફી ઉઘરાવવાનો વિવાદ ભારે વકર્યો હતો, ત્યારે એવામાં વાલીઓએ હાઇકોર્ટનો સહારો લીધો હતો, ત્યારે એવામાં વાલીઓને રાહત આપતા 30 જૂન સુધી ખાનગી સ્કૂલોની મનમાની પર રોક લગાવતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “જે અંગેની સુનાવણી કરતા હાઇકોર્ટે સરકાર પાસે વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓની ફી જો ન ભરવામાં આવે તો તેવાં વિદ્યાર્થીઓનાં એડમિશન શાળા રદ્દ નહીં કરી શકે તેવી બાંહેધરી માગી હતી.

બધાનું હિત જળવાયએ રીતે રાજ્ય સરકાર રસ્તો કરે તેવું હાઇકોર્ટે નિવેદન આપ્યું હતું. ફી માફીના મુદ્દે રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ વાલીમંડળ અને વાલીઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. 100 ટકા ફી માફ કરવાના પોસ્ટરો સાથે લોકોએ વિરોધ કર્યો છે પરંતુ અહીં પ્રશ્નએ ઊભો થાય છે કે, કેટલાંય સમયથી કોરોના મહામારીને કારણે સ્કૂલો બંધ છે તેમજ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. તો પછી કેમ પૂરી ફી ઉઘરાવવા મામલે સરકારે આખરે 25 ટકા જ રાહત આપી છે.

કેટલાક સભ્યોએ તો નરેશ શાહનો પણ વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે, સરકારના ખોળામાં બેઠેલા નરેશ શાહ ગુજરાત રાજ્યના લાખો વાલીઓને નુકશાન પહોંચાડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details