ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં યુવતીનું અપહરણ કરીને છેડતી કરનાર ઝડપાયો - Ahmedabad crime news

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બગીચામાં બેઠેલી વિદ્યાર્થિનીનું અપહરણ કરી છેડતી કરનાર નકલી પોલીસ બનનાર યુવક પોલીસનાં હાથે ઝડપાઇ ગયો છે. આરોપીએ જણાવ્યું હતું કે તે ગાંજો અને દારૂના નશામાં હતો. જેથી તેણે આ હરકત કરી હતી.

ahmedabad
અમદાવાદ

By

Published : Dec 16, 2019, 8:25 PM IST

ઓઢવ વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષમાં આવેલા હોસ્પિટલના ઉપરના માળે એક સગીરાને લઈને એક ઈસમ દ્વારા છેડતી કરવામાં આવી હતી. જે અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સગીરાએ પોલીસને જણાવ્યા મુજબ એક બગીચામાં તે તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે આ આરોપી તેમની પાસે આવ્યો હતો. બંન્ને કેમ અહીં બેસીને ચેનચાળા કરો છો. તેમ કહી ધમકાવી વિદ્યાર્થીને મારીને કાઢી મુક્યો હતો. જે બાદમાં સગીરાને પોલીસની ઓળખ આપી પોલીસ સ્ટેશન જવુ પડશે તેમ કહી તેનું અપહરણ કર્યું હતુ. બાદમાં યુવતીની છેડતી કરી હતી. આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી.

અમદાવાદમાં યુવતીનું અપહરણ કરીને છેડતી કરનાર ઝડપાયો


આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે, આરોપી કોઈ કામધંધો કરતો નથી. તે તેની પત્ની અને નાના બાળક સાથે રહેતો હતો. તે છેલ્લા કેટલાય સમયથી ગાંજા અને દારૂનાં નશાનાં રવાળે ચઢી ગયો હતો. તેમજ માનસિક તણાવમાં અને નશામાં હોવાથી આ બંને વિદ્યાર્થી મિત્રોને ખખડાવી પૈસા પડાવવા માટે સગીરા સાથે આ હરકત કરી હતી. આરોપીએ અગાઉ આવા કોઈ બનાવને અંજામ આપ્યો છે કે, કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details