ગુજરાત

gujarat

ETV Bharat / state

2021નો પહેલો સૂર્ય આવશે નવી આશાના કિરણ સાથે

વિશ્વ આખુ આજે કોરોનાની મહામારી અને 2020ના વર્ષમાં આવેલી અનેક મુશ્કેલીઓને વિદાય આપીને 2021ના નવા સૂરજને આવકારવા તૈયાર થઈ રહ્યું છે.

2021નો પહેલો સૂર્ય આવશે નવી આશાના કિરણ સાથે શુભારંભ 2021
2021નો પહેલો સૂર્ય આવશે નવી આશાના કિરણ સાથે શુભારંભ 2021

By

Published : Jan 1, 2021, 9:40 AM IST

Updated : Jan 1, 2021, 9:58 AM IST

  • 2021 ને આવકારવા તૈયાર છે વિશ્વ
  • ક્યારેય નહીં ઈચ્છે કે ભવિષ્યમાં આવું કોઈ વર્ષ આવે
  • કોરોનાથી બચવા અને તેની સામે લડવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
  • નવું વર્ષ નવી આશાની કિરણો લઈને આવે તેવી અપેક્ષાઓ

અમદાવાદ :સમગ્ર દુનિયા આજે નવા વર્ષના મંડાણ માંડશે. નવા વર્ષમાં લોકો આશા રાખી રહ્યા છે કે, આવનારુ વર્ષ સૌ કોઈ માટે વિધ્નહર્તા સાથે સારામાં સારૂ વર્ષ વીતે.

2021નો પહેલો સૂર્ય આવશે નવી આશાના કિરણ સાથે શુભારંભ 2021

વર્ષ 2020 સૌના માટે કપરો સાબિત થયો

કોરોના મહામારી વચ્ચે ગયું વર્ષ એવી વિકટ પરિસ્થિતિમાં વીત્યુ કે, ફરીથી કોઈ એવુ નહિ ઈચ્છે કે, ભવિષ્યમાં આવું ખરાબ વર્ષ આવે. કોરોના જેવી મહામારીમાં અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા, અનેકને દિવસો, મહિનાઓ સુધી આ મહામારી સામે ઝઝૂમવું પડ્યુ છે. લોકડાઉનથી અનલોકની સફર, લોકો વચ્ચે સામાજિક અંતર રાખવાની ટેવ, આપણને આપણા સ્વસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી છે.

મહામારી વચ્ચે કોરોના વોરિયર્સની સેવા, ખડે પગે લોકોની સેવા કરતા તબીબો અને નર્સ, સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવવામાં પોલીસ અને વહીવટી તંત્રની જવાબદારી આ બધુ આપણને 2020ના વર્ષે દેખાડ્યુ છે. સૌથી વિશેષ આ કપરા કાળમાં અનેક સેવાભાવી લોકોએ પોતાની બનતી સેવા કરીને લોકોની મદદ કરી છે.

અંતે વર્ષ 2020 સંપન્ન થયુ. આ કપરા વર્ષનો કાલે અંતિમ સૂર્યાસ્ત થયો

2021 ની નવી સૂર્ય કિરણ એક નવી આશા લઈને આવી શકે છે. જો વેક્સિન આવે તો કોરોનાને હરાવવો સહેલો બની જાય અને સાથે જ કોરોનાના સમયમાં ભાગી પડેલા ધંધા રોજગારને કદાચ સારો સમય બતાવી શકાય છે. પરંતુ મુસીબત હજુ પૂર્ણ થઈ નથી. 2021ના વર્ષમાં પણ આપણે ગાફેલિયત રાખવાની નથી. કોરોનાનું નવું સ્ટ્રેન સ્વરૂપ આવ્યુ છે. તે કોરોના કરતા પણ ખતરનાક માનવામાં આવે છે. ત્યારે આપણે સૌ સતર્ક રહીએ, આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્યની ચિંતા સાથે તકેદારી પણ રાખીએ.

આગામી નવું વર્ષ ધીમે-ધીમે તમામ કપરી પરિસ્થિતિઓમાંથી માનવજાતને બહાર લાવે તેવી પ્રાર્થના

હવે ઇ.સ.2021ના નૂતન વર્ષનો પ્રારંભ થશે. નવું વર્ષ એટલે જીવનની નવી ડાયરીમાં નવું લખવાનો દિવસ. અત્યાર સુધી આપણે જે કાંઈ ભૂલો કરી, તેને ભૂલી જઈએ અને ઉત્સાહ અને ઉમંગ સાથે ફરીથી નવીન રીતે જીવન જીવવાનો પ્રારંભ કરીએ.

Last Updated : Jan 1, 2021, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details