- ધોળકાની પાશ્વનાથ જનરલ હોસ્પિટલ કલીકુંડ ખાતે પ્રથમ તબક્કાનું રસીકરણ
- ધોળકા ખાતે કોરોના વેક્સિન અંતર્ગત રસીનો પ્રથમ ડોઝ ધોળકા ટી.એચ.ઓ દ્વારા લેવામાં આવ્યો
- 100 કોરોના વોરિયર્સને અપાઈ રસી
અમદાવાદઃ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ધોળકા ખાતે આવેલા પાશ્વનાથ જનરલ હોસ્પિટલ કલીકુંડ ખાતે પ્રથમ તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌપ્રથમ કોરોના વોરિયર્સને આપવામાં આવેલ રસી અંતર્ગત ધોળકા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર મુનીરા બેન વોરાએ સૌપ્રથમ રસીનો ડોઝ લીધો હતો, કુલ 100 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી.
ધોળકા તાલુકામાં પ્રથમ તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો ધોળકા ખાતે આજે પ્રથમ તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના વેક્સિન અંતર્ગત ધોળકા તાલુકા ખાતે આજે પ્રથમ તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોળકા તાલુકામાં કોરોના મહામારીના સમયે કોરોના વોરિયર્સ તરીકે ખડે પગે રહી ફરજ અદા કરતા સરકારી ડૉક્ટરો ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો તેમજ મેલ ફિમેલ હેલ્થ વર્કરો સહિતના 100 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જેમાં પાશ્વનાથ જનરલ હોસ્પિટલના કર્મચારીઓ પણ સામેલ હતા.
હેલ્થ ઓફિસર ડૉક્ટર મુનીરાબેન વોરાએ આપી માહિતી
ધોળકા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર મુનીરાબેન વોરાએ જણાવ્યું કે, ભારત સરકારના વેક્સિન અંતર્ગત આજે ધોળકા ખાતે પ્રથમ તબક્કાનો વેક્સિન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોરોના મહામારીના સમયે કોરોના વોરિયર્સ તરીકે ફરજ અદા કરનારા કોરોના વોરીયર્સને આજે રસી આપવામાં આવી હતી. ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમને ફ્રી રસી આપવામાં આવેલી છે.
ધોળકા તાલુકામાં પ્રથમ તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર લોકોના હિતાર્થે લોક સંદેશ આપ્યો
પાશ્વનાથ જનરલ હોસ્પિટલ કલીકુંડ ખાતે ડૉક્ટર તરીકે ફરજ બજાવતા યશપાલ મકવાણાએ પણ ભારત સરકારના વેક્સિન અંતર્ગત રસી લીધેલ તેમણે લોકોને સંદેશ આપતા જણાવ્યું કે, આ વેક્સિન લેવાથી કોઇ પણ જાતની આડઅસર થતી નથી કોઈએ ડરવાની જરૂર નથી ભારત સરકાર અને ગુજરાત સરકાર લોકોના હિતાર્થે જ એમ જ સારા સ્વાસ્થ્ય માટે જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે સરાહનીય છે, તબક્કાવાર આવતી રસી તમામ લોકોએ લેવી જોઈએ તેવો તેમણે લોક સંદેશ આપ્યો હતો.