- સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડલી મેચનું આયોજન
- BCCIના ચીફ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની ટીમ વચ્ચે મેચનું આયોજન કરાયું
- જય શાહની ટીમે 28 રને વિજય પ્રાપ્ત કર્યો
અમદાવાદઃજિલ્લાના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે BCCIના ચીફ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ વચ્ચે ફ્રેન્ડલી મેચનું આયોજન થયું હતું. જેમાં સેક્રેટરી જય શાહની ટીમે 28 રને વિજય પ્રાપ્ત કર્યો હતો. મોટેરા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેચ BCCIના ચીફ અને સેક્રેટરી જય શાહની ટીમ વચ્ચે રમાઇ હતી.
ફ્રેન્ડલી મેચનું આયોજન
BCCIની વાર્ષિક સામાન્ય મીટીંગ પહેલા ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોહમ્મદ અઝરુદ્દીન સહિતના 28 બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા અને મેચની સાથે સાથે floodlightનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મેચ 10 ઓવરની હતી. જેમાં IPLના ભૂતપૂર્વ ચેરમેન રાજીવ શુક્લાએ મેચમાં રેફરી તરીકેની ભૂમિકા નિભાવી હતી.
એક લાખથી વધુ બેઠકની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ
અમદાવાદ મોઢેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ બેઠકની ક્ષમતા ધરાવે છે. આ સ્ટેડિયમ રીનોવેશન બાદ બનીને તૈયાર થઈ ગયું છે, ત્યારે આ સ્ટેડિયમમાં પ્રથમ ફ્રેન્ડલી મેચ રમવામાં આવી હતી.