અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી 1200 મુસાફરોને લઈને એક સ્પેશિયલ ટ્રેન ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ હતી જે 900 કિલોમીટરનું અંતર કાપીને ઉત્તર પ્રદેશ પહોંચશે.ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી મળેલા આદેશ પ્રમાણે રાજ્યના વહીવટીતંત્રે અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં રહેતાં ઉત્તર પ્રદેશના 5000 જેટલા લોકોનું લિસ્ટ તૈયાર કર્યું હતું. તે પ્રમાણે તેમને સાબરમતી રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશ લઈ જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
લૉકડાઉનની સૌપ્રથમ ટ્રેન પરપ્રાંતીયોને લઈને અમદાવાદથી ઉત્તરપ્રદેશના આગ્રા રવાના - રેલવે
કોરોનાવાયરસના સંક્રમણના કારણે છેલ્લા કેટલાક સમયથી સંપૂર્ણ ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યુ છે. ત્યારે તેની સૌથી વધુ અસર બીજા રાજ્યોમાં રહેતાં અને રોજગારી કરતાં પરપ્રાંતીયોને થઈ છે. છેલ્લાં કેટલાય સમયથી તેઓ પોતાના વતન જવા માગણી કરી રહ્યાં હતાં. આખરે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જાહેર પરિવહનથી તેમને વતન મોકલવાનું કામ શરૂ થયું છે.
લૉક ડાઉનની સૌપ્રથમ ટ્રેન પરપ્રાંતીયોને લઈને અમદાવાદથી ઉત્તરપ્રદેશના આગ્રા રવાના
ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથેસાથે તેમને રસ્તામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા પીવાના પાણી અને ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આખરે પાછલાં કેટલાય સમયથી લૉક ડાઉનનાના કારણે પોતાના વતન જવા ઈચ્છતાં અને સતત માગણીઓ કરતાં પરપ્રાંતીયોની માગ સરકારે સ્વીકારી હતી અને પોતાને વતન જતી વખતે તેઓ ખૂબ ખુશ જણાતાં હતાં.