ભારતમાં ફસાયેલા બ્રિટિશ પ્રવાસીઓની પ્રથમ ફલાઇટ અમદાવાદથી ઉડાન ભરશે - કોરોના
કોરોના વાઇરસ સમગ્ર વિશ્વભરમાં ફેલાયેલો છે. જેના કારણે ઘણાં લોકો કેટલીક જગ્યાએ ફસાઈ ગયા છે, ત્યારે મૂળ બ્રિટનના પણ કેટલાક લોકો ભારતમાં ફસાઈ ગયાં છે. જેમને પરત લઈ જવા માટે બ્રિટન સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદઃ કોરોના વાઇરસ અટકાવવાના પગલે દેશભરમાં શખ્તપણે લૉકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેને પગલે પરદેશી લોકો ભારતમાં અટકી પડ્યાં છે, ત્યારે જે જે દેશના નાગરિકોને પરત મોકલવા માટે સરકારો વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં ભારતમાં ફસાયેલાં બ્રિટિશ નાગરિકોને પરત મોકલવા માટે કુલ ત્રણ ફ્લાઈટ ઉડાડવાનું નક્કી કરાયું છે. તેમાંથી પ્રથમ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ કરવામાં આવશે. તેમને પરત લઈ જવા માટે બ્રિટન સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતમાં ફસાયેલા બ્રિટનના નાગરિકોને પરત લઈ જવા માટે બ્રિટન સરકાર દ્વારા 12 ફલાઇટ મોકલવામાં આવી છે. જેમાંથી એક ફલાઇટ આજે અમદાવાદ પહોંચી છે. જેમાં 300 જેટલા મુસાફરોને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લઈ જવામાં આવશે. બપોરે 3-30 કલાકે ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરશે અને લંડન પહોચશે. હજુ બીજી 2 ફલાઇટમાં પણ બ્રિટિશ મુસાફરોને લઈ જવામાં આવશે.