- વિદેશી વિદ્યાર્થીઓની પહેલી પસંદ ગુજરાત બન્યું
- GTUમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થી, ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીામં
- વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે
અમદાવાદઃ ICCR(ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ) અંતર્ગત કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત દર વર્ષે વિવિધ 60 જેટલા દેશોના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ(Study in Gujarat) માટે આવે છે. જ્યારે તમામ વિદ્યાર્થીઓની ફી કેન્દ્ર સરકાર સ્કોલરશિપ રૂપે આપે છે. ગુજરાતના શિક્ષણ અને સંસ્થાઓની સુવિધાને કારણે વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની પહેલી પસંદ ગુજરાત બની રહ્યું છે. આ વર્ષે આફ્રિકન દેશો ઉપરાંત અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે. જ્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓએ GTU કોલેજોની પસંદગી કરે છે. ત્યારે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે તેવી શક્યતા છે.
GTUમાં ચાલુ શૈક્ષણિક વર્ષે 1240 વિદેશ વિદ્યાર્થીઓની અરજી આવી
GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, GTUમાં ચાલુ શૈક્ષણિક વર્ષે વિવિધ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન માટે વિદેશના 1240 વિદ્યાર્થીઓની અરજી આવી છે જે ગયા વર્ષે આ સંખ્યા માત્ર 200 હતી.
વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતને પસંદ કરવાનું કારણ
ICCRના રિજનલ ડાયરેકટર જિગર ઇનામદારે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની તુલનામાં વિદેશી વિદ્યાર્થીઓને અહીંયા સારી સુવિધા મળે છે. જ્યારે વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતમાં સલામતી પણ સારી મળે છે. તેમજ યુનિવર્સિટીઓમાં(Gujarat University) શિક્ષણ પણ સારું આપવામાં આવે છે. તેથી જ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતને પેહલા પસંદ કરે છે.