નાણાંપ્રધાને MSME, NBFC અને વીજળી કંપનીઓને આર્થિક પેકેજ આપ્યું - power companies
નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આજે બુધવારે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને ધ્યાને રાખીને અને પાંચ પિલરનો આધાર રાખીને પેકેજ જાહેર કર્યું છે. એમએસએમઈ, એનબીએફસી, વીજળી કંપનીઓ, રીઅલ એસ્ટેટ, ઈપીએફ, કોન્ટ્રાક્ટરો, ટેક્સ જેવા વિવિધ સેકટરમાં છૂટછાટની જાહેરાત કરી છે.
![નાણાંપ્રધાને MSME, NBFC અને વીજળી કંપનીઓને આર્થિક પેકેજ આપ્યું નાણાંપ્રધાને MSME, NBFC અને વીજળી કંપનીઓને આર્થિક પેકેજ આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7184919-thumbnail-3x2-economy-pkg-7202752.jpg)
નાણાંપ્રધાને MSME, NBFC અને વીજળી કંપનીઓને આર્થિક પેકેજ આપ્યું
અમદાવાદઃ 20 લાખ કરોડના પેકેજમાં આજે જે જાહેરાત કરાઈ છે તેમાં મધ્યમ વર્ગ કે ગરીબ કે ખેડૂતોને કોઈ સીધો ફાયદો થયો નથી. પણ તેમણે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની વ્યાખ્યા બદલીને તેમને લોન આપવાની જાહેરાત કરી છે. જેથી લિકવિડીટીની સમસ્યાનો ઉકેલ મળી શકે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમને જે જાહેરાતો કરી છે, તેમાં હાલ ઉદ્યોગલક્ષી જાહેરાત છે.
નાણાંપ્રધાને MSME, NBFC અને વીજળી કંપનીઓને આર્થિક પેકેજ આપ્યું