નવલી નવરાત્રિ નજીક આવી રહી છે. ત્યારે નવરાત્રિને વિશેષ બનાવવા માટે ખૈલેયાઓ નવરાત્રિ અગાઉ પાંચ-પાંચ મહિનાથી પ્રેકટીસમાં લાગી જતા હોય છે. દર વર્ષે નવી સ્ટાઈલ તેમજ અવનવા કોસ્ચયૂમ, ફેન્સી મેકએપ અને ટ્રેડિશ્નલ લૂક તેમજ પાઘડી સહિતની વિવિધ એસેસરીઝની પસંદગી નવરાત્રી અગાઉ જ શરૂ થઇ જતી હોય છે.
ગરબે ઘુમવા ખેલૈયાઓ આતુર, અમદાવાદીઓ કરી રહ્યાં છે પ્રેક્ટિસ - final op by the players in Navratri
અમદાવાદ : નવલી નવરાત્રિની રાતોની હવે ઘડીઓ ગણાઈ રહી છે. આ પર્વ માટે સમગ્ર ગુજરાતમાં અમદાવાદીઓનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હોય છે. નવરાત્રિના નવે દિવસ પોતાની અવનવી સ્ટાઇલથી ગરબે ઘૂમીને ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠશે.
etv bharat amd
નવરાત્રીની અંતિમ તૈયારી રૂપે પોતાના ગરબાઓની સ્ટાઈલમાં ધુમ મચાવતા ખૈલાયાઓનું ગ્રુપ તનતોડ મહેનત કરી રહ્યું હોય છે. ત્યારે અમદાવાદના દરેક વિસ્તારમાં ખેલૈયાઓ આવી જ રીતે વિવિધ સ્ટેપ્સ લઇને પ્રેકટીસ કરીને ટ્રેડિશ્નલ લૂકમાં નવરાત્રીને રંગીન બનાવી ધુમ મચાવશે.