G ફિલ્મ ડ્રાય સ્ટેટ ગુજરાતની વાત રજૂ કરે છે. ગુજરાતમાં ગેરકાયદે દારૂના થતા ધંધા પર આ ફિલ્મ આધારિત છે. આ ફિલ્મ એક એવી નાની પ્રેમ કથા છે. જે હીરો અને વિલનના પરિવારને નષ્ટ કરી નાખે છે. IPS અધિકારી ACP સમ્રાટ અને સ્પેશિયલ એક્શન ટીમને ડ્રાય સ્ટેટમાં ગેરકાયદે દારૂનો ધંધો કરનાર લિકર માફિયા ગજરાજને પકડવા માટે વિશેષ મિશન સોંપ્યું હોય છે. જે ACP અને લિકર માફિયા વચ્ચે મોટું યુદ્ધ શરૂ કરાવે છે. જેના પરિણામો સ્વરૂપ ફિલ્મમાં ડ્રામા, રોમાંચક અને એક્શનની સાથે રોમાન્સ અને કોમેડી જોવા મળે છે.
ડ્રાય સ્ટેટ ગુજરાત પરની ફિલ્મ ‘G’ નું પ્રીમિયર અમદાવાદમાં યોજાયું - ડ્રાયસ્ટેટ ગુજરાત પરની ફિલ્મ ‘G’
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ Gનું પ્રીમિયર અમદાવાદમાં યોજાયું હતું. ગુજરાતી ફિલ્મ Gમાં ચિરાગ જાની અને બોલિવૂડ તથા હિન્દી વેબસિરિઝની અભિનેત્રી અન્વેષી જૈન ઉપરાંત આકાશ ઝાલા, અને કવન શાહ જેવા ગુજરાતી કલાકારો છે. ફિલ્મમાં બોલિવૂડના મોટા અભિનેતા અભિમન્યુ સિંહ પણ વિલનના પાત્રમાં છે.અલ્ટ બાલાજીની ગંદી બાત સિરીઝ ફેમ અન્વેષી જૈન આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે.
ડ્રાયસ્ટેટ ગુજરાત પરની ફિલ્મ ‘G’ નું પ્રીમિયર અમદાવાદમાં યોજાયું
ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં બનેલી આ સૌથી મોટી એક્શન એંન્ટરટેઈનર ફિલ્મ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતી દર્શકો રોમાન્સ અને એક્શનનો તડકો ધરાવતી એક્શન પેક્ડ મૂવીને વધાવવા ઉત્સુક રહેશે કેવી ફિલ્મ મેકર્સને આશા છે.