ગુજરાત

gujarat

ETV Bharat / state

વી.એસ હૉસ્પિટલમાં થયેલી ઘટનામાં ચોક્કસથી પગલાં લેવાશેઃ મેયર - Gujarati news

અમદાવાદઃ શહેરની વી.એસ હૉસ્પિટલમાં નર્સની બેદરકારીના કારણે  પાંચ વર્ષની બાળકીની આંગળી કપાઈ હોવાની ઘટનામાં  અમદાવાદના મેયરે પોતાના નિવેદનમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તો બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓ મેયરના નિવેદનની કંફોળતા કહે છે કે, વી.એસ હૉસ્પિટલમાં અગાઉ પણ આવી ઘટનાઓ થઇ છે. તેમ છતાં કોઇ કડક પગલાં લેવામાં આવ્યા નથી.

V.S હૉસ્પિટલમાં થયેલી ઘટનામાં ચોક્કસથી પગલાં લેવાશેઃ મેયર

By

Published : Jun 6, 2019, 8:36 PM IST

અમદાવાદની જાણીતી વી.એસ હૉસ્પિટલમાં પાંચ વર્ષની બાળકીની આંગળી કપાવવાની ઘટનામાં કડક પગલાં લેવા બાબતે અમદાવાદના મેયર બીજલ પટેલે જણાવ્યું છે કે, "આ ઘટના અંગે અમે ચર્ચા કરી હતી. નર્સની બેદરકારીના કારણે જે થયું તેની માટે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

વી.એસ હૉસ્પિટલમાં થયેલી ઘટનામાં ચોક્કસથી પગલાં લેવાશેઃ મેયર

આ કેસમાં કાર્યવાહી કરવાની ખાતરી આપતા મેયરના નિવેદન પર પ્રશ્ન કરતાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા કહે છે કે,વી.એસ હૉસ્પિટલમાં બેદરકારીના કારણે દર્દીઓને પડતી હાલાકીનો આ કોઇ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ આ હોસ્પિટલમાં સીકરણ કૌભાંડ જેવી ઘટના બનેલી છે. જેમાં પણ તપાસ ના નામે કાઈ કરવામાં આવ્યું નથી." જો પહેલાથી જ તંત્રએ કોઇ કડક કાર્યવાહી કરી હોત તો આવી ઘટના થાત જ નહીં. હવે જોઇએ કે, મેયર સાહેબે જે નિવેદન આપ્યું છે કેટલા અંશે ખરું સાહિત થાય છે."

ઉલ્લેખનીય છે કે, વી.એસ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ જ્યારે નર્સ ગાયબ છે. ત્યારે મેયર આ વિશે વાત કરતાં કહે છે કે, "આ ખૂબ શરમ જનક ઘટના છે અને ચોક્ક્સથી પગલાં લેવામાં આવશે. સિસ્ટરના અત્યારે કોઈ સમાચાર નથી પણ હું એટલું જ કહીશ કે એ જ્યાં પણ હોય ત્યાં થી આવી જાય''.

ABOUT THE AUTHOR

...view details