●અમદાવાદના 64 વર્ષના હિરેન પટેલે કરી ગંગા પરિક્રમા
● કુલ 6628 કિલોમીટરની પગપાળા યાત્રા
● 222 દિવસ પરિક્રમા કરતા લાગ્યા
અમદાવાદ:અમદાવાદમાં રહેતા 64 વર્ષીય હિરેન પટેલે 222 દિવસમાં ગંગાજીની 6228 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે. તેમણે પર્યાવરણ શુદ્ધિકરણના (The environment purification) ઉદ્દેશથી અને લોકોમાં જાગ્રતી આવે તે તેનો મુખ્ય હેતુ હતો. હિરેન પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિક્રમાના કેટલાક નિયમો હોય છે. જેમાં નદીને જમણી બાજુ રાખીને જ પરિક્રમા કરવાની હોય છે. નદીને કોઈપણ જગ્યાએથી ઓળંગી શકાતી નથી. તેમણે આ પરિક્રમા અલ્હાબાદથી શરૂ કરી હતી, જેમાં તેમણે 45 શહેરો અને 5 હજાર ગામડાનો પ્રવાસ ખેડ્યો છે. રસ્તામાં પહાડ, જંગલ અને તળાવો ઓળંગ્યા છે. આ પરિક્રમામાં અનેક તકલીફો અને ઇજાઓ સહન કરવી પડી છે, ત્યારે નદી ઓળંગી શકાતી ન હોવાથી સીધા રસ્તા હોવા છતાં, કેટલાક કિલોમીટર દૂર જવું પડ્યું છે. ગંગા પરિક્રમા કરતા સમયે તેમણે ફક્ત ગંગાને 'ગંગા સાગર અને ગૌમુખથી જ ઓળંગી છે.
આ પણ વાંચો:પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે વિશેષ ટ્રેન