ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના પોઝિટિવ કેસના કારણે જેતલપુર ગામ સેનેટાઇઝ કરાયું

કોરોના વાઇરસનું સંક્રમણ હવે અમદાવાદ શહેર પૂરતું ન રહેતા ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યું છે. જે અંતર્ગત અમદાવાદના જેતલપુર ગામને જિલ્લા પંચાયત દ્વારા સેનેટાઈઝ કરાયુ હતું.

કોરોના પોઝિટિવના પગલે સમગ્ર જેતલપુર ગામને સેનીટાઇઝ કરાયું
કોરોના પોઝિટિવના પગલે સમગ્ર જેતલપુર ગામને સેનીટાઇઝ કરાયું

By

Published : Apr 26, 2020, 7:25 PM IST

અમદાવાદઃ કોરોના વાઇરસનું સંક્રમણ હવે અમદાવાદ શહેર પૂરતું ન રહેતા આસપાસના વિસ્તારમાં પહોંચ્યું છે. તેને ધ્યાનમાં લઈને હવે પંચાયતો દ્વારા પણ સેનેટાઈઝેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના જેતલપુરમાં ગામને જિલ્લા પંચાયત દ્વારા સેનેટાઈઝ કરાયુ હતું.

કોરોના પોઝિટિવના પગલે સમગ્ર જેતલપુર ગામને સેનીટાઇઝ કરાયું
કેરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાઈ છે. તેના ભાગરૂપે દસ્ક્રોઇ તાલુકાના જેતલપુર ગામને સેનીટાઈઝ કરાયું હતું.અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના જેતલપુર ગામે પોઝિટિવ કેસ જણાતા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશની સૂચનાને આધારે આજે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમગ્ર જેતલપુર ગામને સંપૂર્ણ રીતે સેનીટાઇઝ કરાયુ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં જેતલપુર ગામને સમગ્રતયા રીતે ત્રીજી વખત સંપૂર્ણપણે સેનીટાઇઝ કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details