આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વઘુ એક કિસ્સામાં ખેત તલાવડીના અનેક કૌભાંડ સામે આવ્યા હતા. જેમાં હકીકતમાં ખેત તલાવડી ન હોવા છતાં કર્મચારીઓ કાગળ ઉપર ખેત તલાવડી ઊભી કરી દેતા હતા. ત્યારે નવસારીમાં વધુ 2 ખેતતાલાવડીના ગુના નોંધી 6 સામે ફરિયાદ કરવામાં આવી છે.
લાંચ કેસમાં ઝડપાયેલા અધિકારીના લોકરમાંથી જૂની ચલણી નોટો મળી આવી - vadodra
અમદાવાદ: 4 જૂનના રોજ વડોદરામાં પાદરા ખાતેની જમીનમાં ખુલ્લું બાંધકામ કરવા માટેની પ્લાનીંગની કામગીરી મેળવીને વેલીડેશન સર્ટિફિકેટ માટે 1.25 લાખની લાંચ લેતા વર્ગ 1 અને 2 ના કર્મચારી રંગે હાથે ઝડપાયા હતા. જેમની મિલકત તપાસતા અધિકારીના બેંક લોકરમાંથી 11 લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી.
વડોદરામાં વુડા કચેરીમાં 4 જૂનના રોજ વર્ગ 1 અને 2 ના કર્મચારી 1.25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ચૂકયા હતા. પાદરા ખાતેની જમીનમાં સ્કૂલનું બાંધકામ કરવા માટે ફરિયાદી પાસેથી પ્લાનીંગની કામગીરી મેળવી હતી જેમાં વેલીડેશન સર્ટિફિકેટ આપવા અંગે 1.25 લાખની માગણી કરી હતી માગણી કર્યા બાદ ફરીયાદી પાસેથી વર્ગ-૨ના જુનિયર ટાઉન પ્લાનર શૈલેષભાઈ પટેલ અને વર્ગ-1 ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી નિલેશ શાહ લાંચ રંગે હાથે ઝડપાઈ ગયા હતા .જે બાદ એસીબીએ પકડાયેલ બન્ને આરોપીઓના ઘરે તથા બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાંથી નિલેશ શાહના બેંક લોકરમાંથી 11 લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી નોટ બંધી થયાના અઢી વર્ષ બાદ પણ જુની નોટો મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે જે અંગે એસીબીએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત વઘુ એક કિસ્સામાં ખેત તલાવડીના સર્ચ ઓપરેશન દરમિયાન નવસારીના વાસંદમાં 8 તલાવડી જે કાગળ ઉપર જ છે તે સામે આવી હતી. જેની પુરી તપાસ કરીને યોગ્ય પુરાવા એકઠા કરીને અલગ-અલગ બે ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે હજુ સુધી છ માંથી એક પણ આરોપીને પકડવામાં આવ્યા નથી. ગુજરાતમાં 2018- 19 દરમિયાન કુલ 55 ગુના નોંધવામાં આવ્યા હતા અને ચાર કરોડનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.