- ખારાઘોડાના રણને 16 ઓક્ટોમ્બરથી પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું
- બજાણાથી રણમાં જવાના રસ્તા ઉપર ચેકપોસ્ટ બનાવાયું
- ધાંગધ્રા અભયારણ્ય વિભાગ દ્વારા ચેકપોસ્ટનું લોકાર્પણ કરાયું
- ચોમાસાની સિઝનમાં રણમાં પાણી હોવાને કારણે પ્રવાસીઓ માટે કરવામાં આવે છે બંધ
અમદાવાદઃ કચ્છના નાના રણમાં ખારાઘોડાનું રણ અભયારણ્ય આવેલું છે. જેમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી હોવાને કારણે આ અભયારણ્યને વન વિભાગ દ્વારા તારીખ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યું હતું, અને 16 ઓક્ટોબરના દિવસે પ્રવાસીઓ માટે રણ ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.
ખારાઘોડાનું રણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયુ પ્રવાસીઓ ઉપર નિયમન અને મદદરૂપ બની શકે તે માટે ચેકપોસ્ટ બનાવાયું
ધાંગધ્રા અભયારણ્ય વિભાગ દ્વારા બજાણાથી રણમાં જવાના મુખ્ય રસ્તા ઉપર ગેઈટ બનાવી ચેક પોસ્ટ ઊભી કરી હતી. જેથી કોઈ પ્રવાસીઓ અભયારણ્ય વિભાગની મંજૂરી કે પરમીટ વિના જઇ શકે નહીં, આ પ્રસંગે મદદનીશ વન સંરક્ષક ધાંગધ્રાના પી.બી.દવે, બી.જે. પાટડીયા, RFO બજાણા, કે.એ.મુલતાની, ધ્રાંગધ્રા એમ.આર.મેર અને સુરેન્દ્રનગરના RFO ઉપસ્થિત રહ્યાં હતા અને જણાવ્યું હતું કે, આ ચેકપોસ્ટ રણમાં આવતા પ્રવાસીઓ ઉપર નિયમન અને મદદરૂપ બની શકે તે હેતુથી શનિવારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ખારાઘોડાનું રણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયુ કોરોના ગાઈડ લાઈનનું પાલન ફરજિયાત
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રણમાં આવનારા પ્રવાસીઓને કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.