ગુજરાત

gujarat

ETV Bharat / state

આખરે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પગાર કાપનો નિર્ણય પાછો ખેંચાયો, લેખિતમાં બાંહેધરી મળી - લેખિતમાં બાંહેધરી

એશિયાની સૌથી મોટી SVP હોસ્પિટલમાં 200થી વધુ સ્ટાફની સેલેરી પર કાપ મુકવામાં આવ્યો હતો. જેના પગલે નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. જેમાં તેની સંપુર્ણ પણે પગાર આપવાની માગ હતી. જે બાદ તંત્રએ પગાર આપવાની ખાતરી આપી છે.

હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પગાર કાપ નો નિર્ણય પાછો ખેંચાયો
હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પગાર કાપ નો નિર્ણય પાછો ખેંચાયો

By

Published : Jun 8, 2020, 12:37 PM IST

અમદાવાદ: SVP હોસ્પિટલમાં 200થી વધુ સ્ટાફની સેલેરી પર કાપ મૂકવામાં આવ્યો હતો. જેના પગલે નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો અને સંપૂર્ણ પગાર આપવાની ઉગ્ર માગ કરવામાં આવી હતી. બાદમાં હડતાળ પર ઉતરેલા SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને હોસ્પિટલ તંત્ર તરફથી ખાતરી આપવામાં આપવાની સાથે સાથે લેખિતમાં પણ જાણકારી આપવામાં આવી છે કે તેમનો પગાર કપાશે નહી. આ સાથે સાથે જે સ્ટાફ covid-19 વોર્ડમાં ફરજ બજાવે છે, તે સ્ટાફને 20 ટકા વધારે પગારની ચૂકવણી કરવામાં આવશે. આ ઉપરાંત તેઓને 250 રૂપિયાનું ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે.

પરીપત્ર
મહાત્વનું છે કે, કોરોનાના વધતા જતા કેસ વચ્ચે નર્સિગના સ્ટાફનો પગાર પર કાપ કેમ? તે મહત્વનો પ્રશ્ન છે. છેલ્લા ત્રણ માસથી પગારને લઈને અન્યાય છતા સરકાર હજુ સુધી મૌન કેમ? કંપની લોસમાં હોવાનું બહાનું આગળ કરી ફરજિયાત ઓછી સેલેરીવાળો ઓફર લેટર સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં જ્યાં એક તરફ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે આવા સંકટના સમયમાં નર્સિંગના કર્મચારીના પગારમાં કપાત મૂકવામાં આવ્યો હતો અને કામ કરવું હોય તો કરો નહીંતર જોબ છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details