અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ-સીબીઆઇસીએ ટ્વીટ દ્વારા કરદાતાઓને જાણ કરી છે. 2018-19 માટે જીએસટીઆર -9 અને જીએસટીઆર 9 સીમાં વાર્ષિક વળતર આપવાની તારીખ પણ 30 સપ્ટેમ્બરથી લંબાવીને 31ઓક્ટોબર કરવામાં આવી છે. મે મહિનામાં કેન્દ્ર સરકારે 2018-19 માટે વાર્ષિક જીએસટી રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 2020 સુધી ત્રણ મહિના વધારી હતી.
કોવિડ -19 પરિસ્થિતિને કારણે અનુભવાતી વાસ્તવિક મુશ્કેલીઓની વધુ વિચારણા પર, સીબીડીટીએ આકારણી વર્ષ 2019-20 માટે વિલંબિત અને સુધારેલી ITR રજૂ કરવાની નિયત તારીખ 30 સપ્ટેમ્બર, 2020થી 30 નવેમ્બર, 2020 સુધી લંબાવી છે.
ઇન્ક્મટેક્સ રીટર્ન ભરવાની મુદત વધારાઈ, જાણો છેલ્લી તારીખ - Central Board of Direct
સમગ્ર દેશ માટે કદી સામનો ન કરાયો હોય તેવી વૈશ્વિક આપદા કોરોના મહામારીને લઇને આર્થિક પ્રવૃત્તિઓ પણ માર્ચ માસથી થંભી ગઈ હતી. જે હવે ક્રમશઃ શરુ થઈ છે ત્યારે એક મહત્વપૂર્ણ આદેશ સીબીડીટીએ જાહેર કર્યો છે. કરદાતાઓને પડી રહેલી સમસ્યાઓને લઇને ઇન્કમટેક્સ રીટર્ન ભરવાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. આપને જણાવીએ કે કોવિડ -19 રોગચાળા વચ્ચે ઈન્ક્મટેક્સ ભરવા માટે સતત ચોથી વખત તારીખનો સુધારો કરવામાં આવ્યો છે. પહેલાં 30 જૂન, પછી 31 જુલાઇ, પછી 30 સપ્ટેમ્બર અને હવે 30 નવેમ્બર સુધી વધારવામાં આવી છે.
![ઇન્ક્મટેક્સ રીટર્ન ભરવાની મુદત વધારાઈ, જાણો છેલ્લી તારીખ જૂના નાણાકીય વર્ષ 2018-19ના ઈન્ક્મટેક્સ રિટર્ન ભરવાની મુદ્દત વધારાઈ, કઈ છે છેલ્લી તારીખ જાણો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9004098-thumbnail-3x2-itfilingdate-gj10034.jpg)
જૂના નાણાકીય વર્ષ 2018-19ના ઈન્ક્મટેક્સ રિટર્ન ભરવાની મુદ્દત વધારાઈ, કઈ છે છેલ્લી તારીખ જાણો
કોરોના મહામારીની સ્થિતિમાં આર્થિક ક્ષેત્રે પડી રહેલી મુશ્કેલીઓને લઇને નાણાંકીય હિસાબો સરભર કરવાને લઇને કંપનીઓના કામકાજને પણ વ્યક્તિગત કરદાતાઓની જેમ જ મુશ્કેલી પડી છે ત્યારે ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવાની પ્રક્રિયામાં હજુ વધુ સમય લાગવાની તૈયારીઓને લઇને વધારાયેલી 30 નવેમ્બરની મુદત રાહતરુપ રહેશે તેવો અભિપ્રાય જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઇન્કમટેક્સ ફાઇલિંગની મુદત વધારવાના સરકારના પગલાંને આવકારવામાં આવ્યો હતો.