અમદાવાદઃ દેશમાં આતંકી હુમલો થાવાની શક્યતા ગુપ્તચર એજન્સીઓએ આપી છે. જે બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
હાઈ એલર્ટ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો - ahemdabad news
દેશમાં આતંકી હુમલો થવાની શક્યતા ગુપ્તચર એજન્સીઓએ આપી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જુહાપુરા તરફ એક શખ્સ હથિયાર સાથે નીકળવાનો હોવાની બાતમી મળી હતી અને એક શખ્સની ધરપક્ડ કરી હતી.
![હાઈ એલર્ટ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હાઈ એલર્ટ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે એક શખ્સને ઝડપ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:10-gj-ahd-04-crime-branch-photo-story-7204015-06062020125930-0606f-1591428570-439.jpg)
શહેરની અંદરના કેટલાક પોઇન્ટ અને એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ઇન્સાસ રાયફલ સાથે પોલીસને તૈનાત રાખવામાં આવી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન એક ટીમ જુહાપુરા વિસ્તારમાં પહોંચી હતી અને પોલીસને મકદુમ શા બાવાની દરગાહ પાસેથી જુહાપુરા તરફ એક શખ્સ હથિયાર સાથે નીકળવાનો હોવાની બાતમી મળી હતી.
ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી મોહમદ અઝરુદ્દીન ઉર્ફે અઝર કબૂતરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ દેશી તમંચા અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતા. હાલ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને તે અગાઉ ક્યાં ક્યાં ગુનામાં પકડાયો છે, કેમ હથિયાર લાવ્યો અને કોની પાસેથી હથિયાર લાવ્યો તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.