અમદાવાદઃ કોર્ટે આ ચૂકાદો આપતાં અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું કે ગરીબ માણસ માટે રોજીરોટી જેટલી જરૂરી છે, એટલું જ તેના માટે ન્યાય પણ જરૂરી છે. ટેલર, હજામ, કાપડના વેપારીઓને 1952માં ફાળવવામાં આવેલાં કોર્પોરેશનના પ્લોટ પર વેપાર કરતાં હતાં. 1991માં વેપારીઓની જગ્યા ખાલી કરાવવામાં આવી અને તેમની કેબીન બંધ કરી દેવામાં આવી. ત્યારથી આ વેપારીઓ કાયદાકીય લડત લડી રહ્યાં છે. જેમાં કેટલાક લોકોનું અવસાન પણ થયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના બચાવમાં કોર્ટમાં જણાવ્યું હતું કે બધાં લોકો ૧૯૯૧માં વેપાર કરતા હતા તેમાંથી કેટલાક લોકોને જગ્યા ફાળવવામાં આવી ન હતી. કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું કે વર્ષોથી આ લોકો તમને ભાડું ચૂકવતા હતાં તો શું કોર્પોરેશનને તેમના અંગે માહિતી ન હતી એ વાત માની શકાય નહી.
કોર્ટે પાકિસ્તાની શરણાર્થીઓને વળતર ચૂકવવાનો આદેશ કર્યો - એએમસી
30 વર્ષ પહેલાં શહેરના અમદુપુરા વિસ્તાર પાસે આવેલી પાકિસ્તાની શરણાર્થીઓની દુકોનો તોડી પાડવા મુદ્દે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ શરણાર્થીઓને વળતર ચૂકવવાનો અથવા વેપાર માટે વૈકલ્પિક જગ્યા આપવાનો આદેશ કર્યો છે.
કોર્ટે પાકિસ્તાની શરણાર્થીઓને વળતર ચૂકવવાનો આદેશ કર્યો
વગર કોઈ વળતર કે વ્યવસ્થા આ વેપારીઓને ત્યાંથી પ્લોટ ખાલી કરવા મુદ્દે કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઊંઘડો લેતાં કહ્યું કે સિટી ડેવલપમેન્ટના કાર્યમાં ગરીબ લોકો દબાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આવી પ્રવૃતિઓ જારી રહશે તો કોઈ દેશ પોતાને લોકતાંત્રિક કઈ રીતે કહી શકે.