ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે ઓળખાતા કાર્તિક પટેલની રેડ રીબીન એન્ટરટેઇન્મેન્ટ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ ગીત કિંજલ પહેલા કાર્તિક દ્વારા ગાવામાં આવ્યું હતું. જેને લઈને અમદાવાદની કોર્મશીયલ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જોકે કિંજલના વકીલે દાવો કોર્મશીયલ કોર્ટમાં ચાલી શકે તેવા કોઈ એવર્ટમેન્ટ ન હોવાની દલીલ કરી હતી જેને કોર્મશીયલ કોર્ટે પણ માન્ય રાખ્યું છે અને કેસ પાછો ખેંચવાનો આદેશ કર્યો છે.
"ચાર બંગડીવાળી..." ગીત મામલે કોર્મશીયલ કોર્ટમાં કરેલો દાવો પાછો ખેંચાયો - gujarati news
અમદાવાદ: ચાર બંગડીવાળી ગીત કોપી રાઈટ વિવાદ મામલે કરવામાં આવેલા દાવા મુદ્દે યોગ્ય રજુઆત ન કરવામાં આવતા શનિવારે કોર્મશીયલ કોર્ટે રેડ રિબીન એન્ટરટેઇન્મેન્ટને કેસ પાછો ખેંચી લેવાનો હુકમ કર્યો હતો. આ ગીત મુદ્દે કરવામાં આવેલો દાવો કોર્ટમાં ચાલી શકે એવા કોઈ મુદા રજૂ કરવામાં ન આવ્યા હોવાથી કોર્મશીયલ કોર્ટે કિંજલ દવેને મોટી રાહત આપી છે.
અગાઉ કોર્મશીયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન કિંજલ પટેલના વકીલ દ્વારા આ કેસને યોગ્ય કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી હતી. ગત 24મી જાન્યુઆરીના રોજ જસ્ટિસ હર્ષા દેવાણી અને એ.પી. ઠાકરની ડબલ બેન્ચ દ્વારા નીચલી કોર્ટે કિંજલ દવે પર ચાર બંગડીવાળી ગીત ન ગાવાના સ્ટેને હટાવી લીધો હતો. અગાઉ ચાર બંગડીવાળી ગીત પર કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેને કિંજલ દવે તરફથી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
અગાઉ કાઠિયાવાડી સિંગર કાર્તિક પટેલે કિંજલ દવે સહિત ત્રણ પક્ષકારોની સામે તેણે લખેલા ચાર બંગળી ગીતનો કોપીરાઇટ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેને લઈને ગત દિવસો દરમિયાન નીચલી કોર્ટે સોશિયલ મીડિયા પરથી કિંજલ દવે દ્વારા ગવાયેલું ચાર બંગળી વાળું ગીતને તાત્કાલિક ધોરણે કાઢી મુકવાનો આદેશ કર્યો હતો. જોકે બાદમાં હાઇકોર્ટે આ સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો.