ગુજરાત

gujarat

ETV Bharat / state

કમલેશ તિવારી હત્યાકાંડ: કોર્ટે બે આરોપીઓનાં 72 કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજુર કર્યા - uttar pradesh police news

અમદાવાદ: હિન્દુ મહાસભાનાં પૂર્વ નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં સાબરકાંઠા પાસે આવેલા શામળાજી પાસેથી ધરપકડ કરાયેલા બે આરોપીઓને અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં જજ બી.જે.વાઘેલાએ બંને આરોપીઓના ૭૨ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજુર કર્યા હતાં. ગુજરાત એટીએસે 96 કલાકનાં ટ્રાન્ઝીટ રિમાન્ડ માંગ્યા હતાં. પરંતુ, કોર્ટે 72 કલાકના રિમાન્ડ મંજુર કર્યા હતાં. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસના અધિકારીઓ પણ કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતાં.

અમદાવાદ

By

Published : Oct 23, 2019, 6:07 PM IST

ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા અશફાક શેખ અને મોઇનુદ્દીન પઠાણને કોર્ટમાં રજૂ કરાયા હતા. બંને આરોપીઓનાં 96 કલાકનાં ટ્રાન્ઝીટ રિમાન્ડ માંગ્યા હતાં. પરંતુ, કોર્ટે 72 કલાકનાં ટ્રાન્ઝીટ રિમાન્ડ આપ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસના અધિકારીઓ પણ કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતાં. જજ બી.જે. વાઘેલાએ બંને આરોપીઓને તેમનાં નામ અને ક્યાં રહેતા હતા તે પૂછતા અશફાકે પોતે અમદાવાદનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. એટીએસે બંને આરોપીઓ સુરતના વતની અને શામળાજી પાસેથી ધરપકડ કરાયા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હિન્દુવાદી નેતા કમલેશ તિવારીએ વર્ષ 2015માં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આથી તેમની ચપ્પુનાં ઘા અને ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી.

કમલેશ તિવારી હત્યાકાંડ: કોર્ટે બે આરોપીઓનાં 72 કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજુર કર્યા

ABOUT THE AUTHOR

...view details