અમદાવાદઃ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં જામીન પર મુક્ત બંને સંચાલિકાઓએ ગુજરાત બહાર જવાની માગ સાથે કરેલી અરજી પર અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને આરોપીઓને 3 માસ સુધી કર્ણાટકમાં રહેવાની છૂટ આપી છે.
કોર્ટે નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાઓને 3 માસ સુધી કર્ણાટકમાં રહેવાની આપી મંજૂરી
અમદાવાદમાં હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં જામીન પર મુક્ત બંને સંચાલિકાઓએ ગુજરાત બહાર જવાની માગ સાથે કરેલી અરજી પર અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને આરોપીઓને 3 માસ સુધી કર્ણાટકમાં રહેવાની છૂટ આપી છે.
કોર્ટે આપેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બંને મહિલા સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વનાને દર મહિને એકવાર વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની માગ સાથે ત્રણ માસ સુધી કર્ણાટકમાં રહેવાની છૂટ આપી છે. નોંધનીય છે કે, 7મી ફેબ્રુઆરી 2020ના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓને ગુજરાત ન છોડવાની શરતે જામીન મંજુર કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓની જામીનની શરતમાં ફેરફારને મંજૂરી આપી છે.
નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાને આશ્રમ ન છોડવાની નોટીસ પાઠવી હતી...