અમદાવાદ : ગત વર્ષ ડિસેમ્બરમાં ધોલેરાના યુવક-યુવતી પ્રેમમાં ઘરેથી ભાગી જતાં કબ્જો મેળવવા માટે યુવતીના પિતા દ્વારા દાખલ કરાયેલી હેબિયસ કોર્પસ રિટમાં તપાસ અધિકારીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, બન્ને યુવક અને યુવતીએ લગ્ન કરી લીધા અને કોરોના લોકડાઉનને લીધે યુવકે નોકરી ગુમાવી હોવાથી મહેસાણાના મંદિરમાં હાલ આશરો લઈ રહ્યાં છે.
નોકરી જતી રહેતા ઘરેથી ભાગેલા દંપતિ મંદિરમાં સેવા કર્યો કરી જીવન કાઢી રહ્યા છે
ડિસેમ્બર 2019માં ધોલેરાના યુવક-યુવતી પ્રેમમાં ઘરેથી ભાગી જતાં કબ્જો મેળવવા માટે યુવતીના પિતાએ હેબિયસ કોર્પસ રિટ દાખલ કરી હતી. જેમાં તપાસ અધિકારીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, બન્ને યુવક અને યુવતીએ લગ્ન કરી લીધા અને કોરોના લોકડાઉનને લીધે યુવકે નોકરી ગુમાવી હોવાથી મહેસાણાના મંદિરમાં હાલ આશરો લઈ રહ્યાં છે.
Gujarat High Court
યુવતી જ્યારે યુવક સાથે ભાગી ત્યારે 17 વર્ષની સગીરા હતી અને 18 વર્ષની ઉંમરે તેને આરોપી સાથે લગ્ન કરી લીધા હતા. જો કે, ઘરેથી ભાગી જતી વખતે યુવતી સગીર વયની હોવાથી ધોલેરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ દંપતિ સેવાના કાર્યોમાં પૂજારીની મદદ કરી ગુજરાત ચલાવી રહ્યા છે.
હાઈકોર્ટે યુવતીને પતિ સાથે કે પિતા સાથે રહેવું છે એ અંગે નિર્ણય લેવાનો કુલિંગ પિરિયડ આપ્યો છે અને આ સમયગાળા દરમિયાન તેને નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.