ગુજરાત

gujarat

પોલીસની ગેરવર્તણુકને લઇને વદ્ધ દંપતી 9 દિવસથી ઉપવાસ પર

By

Published : Aug 24, 2019, 10:09 AM IST

અમદાવાદ: પોલીસની દાદાગીરી અને લોકો સાથે ગેરવર્તણૂકના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વૃદ્ધે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આપતા સ્થાનિક પોલીસે વૃદ્ધ સાથે ગેરવર્તણૂક કરી અને તેને લોકઅપમાં પુરી દીધા હતા અને વૃદ્ધ સાથે પોલીસે ગેરવર્તણૂક કરી છે. જે મામલે વૃદ્ધ દંપતી છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર છે.

Ahemadabad

શહેરના દાણીલીમડા ખાતે 65 વર્ષીય મકરાણી ઝાહીરુદ્દીન તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘર પાસે અજાણી ગાડી 4-5 દિવસથી પડી હોવાથી તેમને 13 ઓગસ્ટના રોજ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરીને જાણ કરી હતી. જે બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનથી તેમના પર ફોન આવ્યો હતો અને ગાડી ક્રેનથી લઈ જવાની છે. તેવું જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય એક ફોન આવ્યો હતો. જેમાં તેમને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું. ત્યાર બાદ તે વૃદ્ધાને પોલીસે લોકઅપમાં પૂરી દીધા હતાં.

પોલીસની ગેરવર્તણુકને લઇને વદ્ધ દંપતી 9 દિવસથી ઉપવાસ પર
જ્યારે વૃદ્ધ ઝહીરુદ્દીનનો દીકરો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને પણ પોલીસે ખોટી રીતે માર મારી અને તેની પાસે પૈસા લઈ અને તેને પણ ખોટી રીતે લોકઅપમાં પુરી દીધો હતો. ત્યાર બાદ બીજા દિવસે બંને પિતા-પુત્રને જામીન આપવામાં આવ્યા હતા. બનાવ બન્યા બાદ વૃદ્ધે 15 ઓગસ્ટના દિવસે 12 વાગ્યાથી ઉપવાસ શરૂ કરી દીધા હતાં. જેમાં તેમની પત્નિ પણ તેમની સાથે ઉપવાસમાં બેઠા છે. વૃદ્ધની માગ છે કે તેમની સાથે થયેલા અન્યાય માટે તેમને ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો તેઓએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details