ગુજરાત

gujarat

ETV Bharat / state

The Conversion Film : હિન્દુ ધર્માંતરણ અને લવજેહાદ જેવા મુદ્દે બની ફિલ્મ ધ કન્વર્ઝન - issue of conversion

ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir File)ફિલ્મ બાદ વધુ એક ફિલ્મ સમાજને સ્પર્શે તે પ્રકારે બનાવવામાં આવી છે. 'ધ કન્વર્ઝન' ની ફિલ્મ (The Conversion Film)રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ લવજેહાદની સમસ્યાને આધારિત બનાવવામાં આવી છે. જે સમાજમાં સૌથી મોટી સમસ્યા રહેલી છે. જ્યારે બોલિવૂડ આવા સંવેદનશીલ મુદ્દાઓનો સામનો કરવામાં અચકાય છે.

The Conversion Film: દેશમાં હિન્દૂ ધર્માંતરણ અને લવજેહાદ જેવા મુદ્દે બની ફિલ્મ ધ કન્વર્ઝન
The Conversion Film: દેશમાં હિન્દૂ ધર્માંતરણ અને લવજેહાદ જેવા મુદ્દે બની ફિલ્મ ધ કન્વર્ઝન

By

Published : Apr 12, 2022, 7:36 PM IST

Updated : Apr 12, 2022, 8:56 PM IST

અમદાવાદઃ દેશમાંધ કાશ્મીર ફાઇલ્સફિલ્મ(The Kashmir File) બાદ વધુ એક ફિલ્મ સમાજને સ્પર્શે તે પ્રકારે બનાવવામાં આવી છે. 'ધ કન્વર્ઝન' નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ લવજેહાદ (Lovejehad issue in India)અને ધર્માંતરણ જેવા મુદ્દાઓને આધારિત(issue of conversion in India )બનાવવામાં આવી છે. ફિલ્મ એક લવ ટ્રાયેન્ગલ તરીકે રજૂ કરવામાં આવી છે. જેનું શૂટિંગ બનારસના ઘાટ પર કરવામાં આવ્યું છે. 'ધ કન્વર્ઝન' દિગ્દર્શિત (The Conversion Film)વિનોદ તિવારી છે. જેમણે 2018 માં એક્શન કોમેડી ફિલ્મ 'તેરી ભાભી હૈ પાગલ' કરી હતી. ત્યારબાદ તેમની આ નવી ફિલ્મમાં વિંધ્યા તિવારી, પ્રિતિક શુક્લા અને રવિ ભાટિયા છે.

ફિલ્મ ધ કન્વર્ઝન

સમાજમાં અવેરનેસ લાવવાના હેતુસર ફિલ્મ બની -અભિનેતામાં સપના ચૌધરી, વિભા છિબર, સુનીતા રાજભર, અમિત બહલ, સંદીપ યાદવ, સુશીલ સિંહ અને મનોજ જોશી શામેલ છે. આ ફિલ્મ વંદના (issue of conversion in India)તિવારીએ લખી છે અને તેનું સંગીત અનામિક ચૌહાણે આપ્યું છે. આ ફિલ્મ 'ધ કન્વર્ઝન' આગામી છઠ્ઠી મે થી સિનેમાઘરોમાં રિલીઝ (issue of Love jihad )થવાની છે.'ધ કન્વર્ઝન' લવજેહાદની સમસ્યાને આધારિત(Awareness in film Conversion Society) બનાવવામાં આવી છે. જે સમાજમાં સૌથી મોટી સમસ્યા રહેલી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં આ સમસ્યાના કારણે હિન્દુ યુવતીઓ હેરાન પરેશાન થઈ રહી છે. જેને ધ્યાને રાખી વિનોદ તિવારી સમાજમાં અવેરનેસ લાવવાના હેતુસર ફિલ્મ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ"યે કુછ નહી, ઈસ સે ભી બૂરા હુઆ હૈ": ધ કાશ્મીર ફાઇલ્સ પર કાશ્મીરી પંડિતોના મંતવ્યો

ભારતની ધાર્મિક સમસ્યાને સામે લાવવાનો પ્રયાસ -ફિલ્મ અંગે દિગ્દર્શક વિનોદ તિવારીએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી આ પ્રકારની એક ફિલ્મ બનાવવાની રાહ જોઈ રહ્યા હતાં. કારણ કે આ ફિલ્મ તેમના માટે એટલે મહત્વપૂર્ણ છે કે તેઓએ આ ફિલ્મની વાર્તા આજના યુવાનોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય ધ્યેયથી બનાવી છે.. આ ફિલ્મ માત્ર એક પ્રેમ ત્રિકોણ નથી, પરંતુ તે ભારતમાં પ્રેમ લગ્ન પછી ધર્માંતરણ (issue of conversion)જેવા સંવેદનશીલ મુદ્દા પર આધારિત છે. જો કે, જ્યારે બોલિવૂડ આવા સંવેદનશીલ મુદ્દાઓનો સામનો કરવામાં અચકાય છે, ત્યારે આ ફિલ્મ દ્વારા આધુનિક ભારતની ધાર્મિક સમસ્યાને સામે લાવવાનો પ્રયાસ છે.

આ પણ વાંચોઃહરિદ્વારમાં ધ કાશ્મીર ફાઇલ્સનો ક્રેઝ, લોકોએ લગાવ્યા 'કાશ્મીર હમારા હૈ' ના નારા

કોલેજના યુવાનોના પ્રેમ પર બનેલી ફિલ્મ -ધ કન્વર્ઝન ફિલ્મના અભિનેતા પ્રિતિક શુક્લાએ જણાવ્યું કે તેઓ માટે આ ફિલ્મ ખૂબ જ ચેલેન્જિંગ હતી, જે કોલેજના યુવાનોના પ્રેમ પર બનેલી છે. આ ફિલ્મમાં તેઓ બબલુનો રોલ કરી રહ્યા છે. જેમાં સોશિયલ મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મના માધ્યમથી આજની યુવતીઓને એક અવેરનેસ મેસેજ આપવાનો પ્રયાસ છે. આ ફિલ્મમાં છેલ્લા કેટલાય સમયથી રિસર્ચ કરવામાં આવ્યું છે. જેને ધ્યાને રાખી એક કહાનીમાં પ્રકાશિત કરવામાં આવી છે. ફિલ્મ કોલેજ સ્ટોરીના આધારે હતી. જેથી કોલેજીયન બોય બનવાનો પ્રયત્ન ત્યારબાદ જેમ ફિલ્મ આગળ જઈ રહી છે. જેને ધ્યાને રાખી તે પ્રકારે કિરદાર કરવું ખૂબ જ ચેલેન્જિંગ હતું. પરંતુ આ કેરેક્ટરમાં જવા માટે વધુમાં વધુ મહેનત કરી છે.

ધ કાશ્મીર ફાઇલ્સ સમાજમાં જાગૃતિનો પ્રયાસ -ધ કન્વર્ઝન ફિલ્મની અભિનેત્રી વિંધ્યા તિવારીએ જણાવ્યું કે આ ફિલ્મ પ્રેમ કેવી રીતે કરવો તે પ્રકારે શીખવાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રેમ કેવા વ્યક્તિ સાથે અને કઈ કઈ બાબતોને ધ્યાને રાખીને કરવો જોઈએ તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ધ કાશ્મીર ફાઇલ્સ જે પ્રકારે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના આધારિત આ પ્રકારની ફિલ્મ છે. સમાજમાં અવેરનેસ લાવવી જરૂરી હતી. ધ કાશ્મીર ફાઇલ્સ જોવા પછી એવું લાગ્યું આને બદલી શકવાના નથી, પરંતુ આ ફિલ્મ એવા પ્રકારની છે કે વર્તમાનમાં જે પ્રકારે દૂષણો રહેલા છે તેને બદલી શકાય છે. જે મુખ્ય ઉદ્દેશને લઇને જ આ ફિલ્મ બનાવવામાં આવી છે.

Last Updated : Apr 12, 2022, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details