ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ભારતીયોની છઠ્ઠ પૂજામાં CM રૂપાણી સહિતના અગ્રણીઓએ લીધો ભાગ - 4 દિવસના આ મહાપર્વ છઠ

અમદાવાદ: કારતક સુદ છઠના દિવસે ઉત્તર ભારતના લોકો મહાપર્વ છઠની ધામધૂમથી ઉજવણી કરે છે, ત્યારે અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે સાબરમતી નદીના પટમાં સંસ્કૃતિક કાર્યક્રમ સાથે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. નારાયણ ઘાટ પર શહેરમાં વસતા ૧૦ હજારથી વધુ પરપ્રાંતીય લોકો હાજર રહ્યા હતાં.

etv bharat

By

Published : Nov 2, 2019, 10:46 PM IST

અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે સાબરમતી નદીના પટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે છઠ પર્વની ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારથી જ લોકો ઉગતા સૂર્યદેવની તથા આથમતા સૂર્યની પૂજા કરવા માટે પહોંચ્યા હતાં, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને અને રાજ્ય સભાના સાંસદ પ્રભાત ઝા સહિતના અગ્રણીઓએ પણ સાથે મળી છઠની આરતી ઉતારી હતી.

ઉત્તર ભારતીયોની છઠ્ઠ પૂજામાં CM રૂપાણી સહિતના અગ્રણીઓએ લીધો ભાગ

આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, છઠના પર્વ પર માતાની પૂજા અર્ચના કરવા બધા એકઠા થયા છે અને પૂજામાં ભાગ લેનાર તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી. સાંસ્કૃતિક પર્વને આખો દેશ મનાવે છે, ત્યારે આ છઠનો પર્વ માત્ર બિહારનો નહીં પરંતુ ગુજરાતનો પણ છે. બધા દેશના પર્વને ગુજરાતીઓ મનાવી રાષ્ટ્રીય એકતાનો ભાવ પ્રગટ કરીએ છીએ.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પ્રભાત ઝાએ જણાવ્યું હતું કે, 4 દિવસના આ મહાપર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. જે પ્રમાણે અમદાવાદમાં ઉજવણી થઈ તે જોતા લાગી રહ્યું છે કે, આ ગુજરાતનું અમદાવાદ નહીં પરંતુ બિહારનું પટના છે. આ એક એવો પર્વ છે જેમાં ઉગતા અને આથમતા સૂર્ય બંનેની પૂજા થાય છે.

ABOUT THE AUTHOR

...view details