ગુજરાત

gujarat

આગામી કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને શહેર ભાજપ સંગઠનની બેઠક મળી

By

Published : Dec 16, 2020, 10:16 PM IST

ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સક્રિય પક્ષ બની છે. ખાસ કરીને મોટા શહેરોમાં કોર્પોરેશનની બેઠકો જીતવા ભારતીય જનતા પાર્ટીના શહેરના સંગઠનોમાં મીટિંગનો દોર ચાલુ થઈ ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં આજે ભાજપ શહેર સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અધ્યક્ષતા અમદાવાદ શહેર પ્રભારી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષે કરી હતી.

આગામી કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને શહેર ભાજપ સંગઠનની બેઠક મળી
આગામી કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને શહેર ભાજપ સંગઠનની બેઠક મળી

  • અમદાવાદ શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઇ
  • બેઠકમાં આગામી કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને ચર્ચા
  • બેઠકમા ભાજપના અમદાવાદના સાંસદો, ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત

અમદાવાદ : ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સક્રિય પક્ષ બની છે. ખાસ કરીને મોટા શહેરોમાં કોર્પોરેશનની બેઠકો જીતવા ભારતીય જનતા પાર્ટીના શહેરના સંગઠનોમાં મીટિંગનો દોર ચાલુ થઈ ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં ભાજપ શહેર સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અધ્યક્ષતા અમદાવાદ શહેર પ્રભારી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષે કરી હતી.

આગામી કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને શહેર ભાજપ સંગઠનની બેઠક મળી
બેઠકમાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત
આ બેઠકમાં નિકોલના ધારાસભ્ય અને ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેરના સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત પૂર્વ મેયર બિજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આગામી ચૂંટણીઓનું સ્વરૂપ કેવું હોઈ શકે ? કોર્પોરેશનના કાર્યોના મુદ્દાઓને પ્રજા વચ્ચે લઇ જવાશે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી અઠવાડિયે અમદાવાદ ભાજપ શહેર સંગઠનની બેઠક યોજાશે
અમદાવાદ મહાનગરમાં 4500 જેટલા બુથ આવેલા છે. દરેક બુથ ઉપર પેજ કમિટીની રચના 25 ડિસેમ્બર સુધી પૂર્ણ થાય, તેવું આયોજન હાથ ધરાયું છે. આગામી અઠવાડિયે શહેર સંગઠનની ચિંતન બેઠક યોજાશે. જે 4-5 કલાક ચાલે તેવી શક્યતાઓ રહેલી છે. ભાજપ 25 ડિસેમ્બરે સુશાસન દિવસ તરીકે મનાવશે. તેને લઈને વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. 27 ડિસેમ્બર વડાપ્રધાનની 'મન કી બાત' ની સાથે પેજ કમિટીના સભ્યોની બેઠક યોજવામાં આવશે.


કોર્પોરેશનના કાર્યો સોશિયલ મીડિયા થકી નાગરિકો વચ્ચે લઈ જવાશે

અમદાવાદના કોર્પોરેટરના અને કોર્પોરેશનના કાર્યો સોશિયલ મીડિયા દ્વારા નાગરિકો વચ્ચે લઇ જવાશે. ખાસ કરીને કોરોનાના સમયમાં કોર્પોરેશને જે કાર્યો નાગરિકો માટે કર્યા છે, તેને નાગરિકોની વચ્ચે લઈ જવાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણીપંચે નવા સીમાંકન દાખલ કર્યા છે. ત્યારે બોપલ જેવા વિસ્તારોને અમદાવાદ શહેરમાં સમાવેશ કરાયો છે. આવા નવા ઉમેરાયેલા વિસ્તારના કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત ભાજપની નીતિ પ્રમાણે રાજ્ય અને કેન્દ્રના કાર્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details