ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના ચિંતક ફાઉન્ડેશને 35 યાત્રાળુઓ સાથે કરી ઠગાઈ - anand modi

અમદાવાદઃ શહેરની મહિલા ચારધામની યાત્રા માટે ચિંતક ફાઉન્ડેશનમાં બૂકીંગ કરાવીને ગઇ હતી. ત્યાં આ ફાઉન્ડેશને 35 લોકોને અધવચ્ચે છોડી દીધાં હતા. જેથી યાત્રાળુઓએ ફાઉન્ડેશન વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના ચિંતક ફાઉન્ડેશને 35 યાત્રાળુઓ સાથે કરી ઠંગાઇ

By

Published : Jun 11, 2019, 1:03 PM IST

બનાવની વિગત અનુસાર, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ચિંતક ફાઉન્ડેશન દ્વારા 22 હજાર રૂપિયાની બૂકિંગ થકી યાત્રાળુઓને ચારધામની યાત્રા કરાવવામાં આવે છે. આશરે 35 જેટલાં યાત્રીઓએ આ ફાઉન્ડેશનમાં બૂકીંગ કરાવ્યું હતું. 19 મેના રોજ 35 યાત્રીઓ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ત્યાં તેમને શરૂઆતના 2-3 દવિસ સુવિધાઓ અપાઇ હતી. બાદમાં આયોજકે પોતાનો ખર્ચો કરવા કહ્યું હતું.

અમદાવાદના ચિંતક ફાઉન્ડેશને 35 યાત્રાળુઓ સાથે કરી ઠગાઈ

આ રીતે લોકોને ઠગતી સંસ્થાએ યાત્રીઓને અધવચ્ચે મૂકીને 'ન ઘરના, ન ઘાટના' જેવી સ્થિતીમાં મૂક્યાં હતા. જેના કારણે તેઓ પોતાના ખર્ચે પાછા આવવા મજબૂર બન્યા હતા. જો કે, પરત આવ્યા બાદ રોષે ભરાયેલાં યાત્રાળુઓએ આયોજક મહિલા વિરુદ્ધ યાત્રીઓ સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેના પગલે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details