ગુજરાત

gujarat

ETV Bharat / state

3 વર્ષની બાળકીને અડફેટે લઈ ફરાર થયેલા કાર ચાલકની ધરપકડ

આજના સમયમાં વાહનચાલકો બેફામ બન્યા છે. અમદાવાદ બેફામ રીતે ગાડી હંકારી 3 વર્ષની બાળકીને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેની બાળકીને અડફેટે લઈ મોતને ઘાટ (hit and run incident) ઉતારનાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

3 વર્ષની બાળકીને અડફેટે લઈ ફરાર થયેલા કાર ચાલકની ધરપકડ
3 વર્ષની બાળકીને અડફેટે લઈ ફરાર થયેલા કાર ચાલકની ધરપકડ

By

Published : Nov 29, 2022, 4:32 PM IST

અમદાવાદબેફામ રીતે ગાડી હંકારી 3 વર્ષની બાળકીને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકની ધરપકડકરાઈ છે. ઘાટલોડિયા વિસ્તારમાં થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના (hit and run incident) બની હતી. જેમાં ટ્રાફિક પોલીસે ફરારકાર ચાલકને અંતે ઝડપી લીધો છે.

ટ્રાફિક પોલીસે તપાસફરિયાદી મુકેશ મુનેચા પત્ની આરતીબેન તેમની ત્રણ વર્ષની દીકરી કોમલ તથા દોઢ વર્ષનો દીકરો જીગરને પેડલ રિક્ષામાં બેસાડી પેડલ રીક્ષા દોરીને ઘાટલોડિયા ચાણક્યપુરી જનતાનગર રેલવે ફાટક ક્રોસ કરીને જાહેર રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે પેડલ રિક્ષામાંથી પાણીની બોટલ રોડ ઉપર નીચે પડી જતા ફરિયાદીની દીકરી ત્રણ વર્ષની કોમલ પાણીની બોટલ લેવા માટે રીક્ષાની નીચે ઉતરી હતી. તે વખતે પાછળના ભાગેથી જનતાનગર રેલવે ફાટક (Janatanagar Railway Gate) તરફથી એક ગાડીના ચાલકે ગાડી પુરઝડપે ચલાવી ત્રણ વર્ષની કોમલને ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયો હતો. જે મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી હતી.

તપાસ શરૂ કરી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનામાં આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે અમદાવાદ રેલવેના સીસીટીવી ફૂટેજ મેળવી ફૂટેજમાં અર્ટીકા ગાડીનો નંબર મેળવી રમેશ દેસાઈ નામના કાર માલિકની અટકાત કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી તે સમયે ક્યાંથી આવ્યો હતો ક્યાં જતો હતો અમે કેવા સંજોગોમાં અકસ્માત કર્યો હતો, એ સમગ્ર બાબતે ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details