અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહા પ્રધાન મિલિંદ પરાંડે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન જણાવ્યું હતું કે, દેશમાં CAAના વિરોધમાં હિંસા થઈ તે પૂર્વ આયોજિત કાવતરુ હતું. કેટલાક લોકો શાંતિ વિખેરવાનો પ્રયત્ન કરે છે. CAA ખરેખાર ભારતીયો માટે નુકસાનકારક નથી કારણકે, CAA નાગરિકતા અપાવે છે. કોઈની નાગરિકતા છીનવતું નથી.
CAAથી નાગરિકતા નહિ છીનવાય પણ મળશે : VHP - CAA support ahmedabad
દેશભરમાં ક્યાંક CAAના કાયદાનું સમર્થન અને તો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ સંગઠનો દ્વારા વિવિધ નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે પણ CAA મામલે કહ્યું કે, CAA નાગરિકતા છીનવતું નથી, પરંતુ નાગરિકતા અપાવે છે.
![CAAથી નાગરિકતા નહિ છીનવાય પણ મળશે : VHP CAAથી નાગરિકતા નહિ છીનવાય પણ મળશે - VHP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6295017-thumbnail-3x2-jkfkkf.jpg)
CAAથી નાગરિકતા નહિ છીનવાય પણ મળશે - VHP
CAAથી નાગરિકતા નહિ છીનવાય પણ મળશે - VHP
CAAના કાયદાથી ભારત બહાર રહેતા હિંદુઓ જે ભારતમાં આવવા માંગતા હોય તેમને ભારતમાં નાગરિકતા મળી શકે છે. VHP પણ દેશ બહારથી આવતા હિન્દુઓને નાગરિકતા અપાવશે. અન્ય દેશમાંથી 3 કરોડ જેટલા ભારતીયો હિન્દુઓ પરત આવ્યા છે. VHP એ 8500 લોકોમે નગરિકતા અપાવી છે. તેમ અન્ય લોકોની પણ ખરાઈ કરીને નાગરિકતા અપાવવામાં આવશે.
Last Updated : Mar 4, 2020, 7:20 PM IST