ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં સવારના 7થી સાંજે 7 સુધી AMTS અને BRTS બસ દોડશે - BUS will not run in the content area in ahmedabad

અમદાવાદમાં સોમવારથી AMTS અને BRTS બસ સેવા શરૂ થઇ રહી છે. જો કે કુલ બસની 50% બસ દોડાવવામાં આવશે. આ સાથે સાથે બસની કેપેસીટી કરતા અડધા મુસાફરોને જ બસમાં એન્ટ્રી આપવામાં આવશે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jun 1, 2020, 1:20 AM IST

અમદાવાદઃ શહેરમાં સોમવારથી AMTS અને BRTS બસ સેવા શરૂ થઇ રહી છે. જો કે, કુલ બસની 50% બસ દોડાવવામાં આવશે. આ સાથે સાથે બસની કેપેસીટી કરતા અડધા મુસાફરોને જ બસમાં એન્ટ્રી આપવામાં આવશે. જેમાં મુસાફરોની સંખ્યા પણ અડધી જ રહેશે.

નવ કલાકે કર્ફયુ અમલમાં આવતો હોવાથી બસ સેવા સવારના 7થી સાંજના 7 સુધી દોડશે. જેમાં મુસાફરો ડ્રાઈવર- કંન્ડક્ટર માટે માસ્ક ફરજીયાત રહેશે. જેમાં વિશેષ સુવિધાની જો વાત કરવામાં આવે તો બધા જ બસ મથકો પર નહીં પરંતુ મુખ્ય મથકો પર સેનેટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે.

અમદાવાદ
ઘણા લાંબા દિવસ બાદ અમદાવાદ શહેરમાં સિટી બસ દોડશે, ત્યારે મુસાફરોનો કેવો પ્રતિસાદ મળે છે તે પણ મહત્વનું છે. અગાઉ કોરોનાના કેસ વધ્યા ત્યારે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જો કે, હવે બસ સેવા લોકહીતને ઘ્યાન રાખીને શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details