- SPના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી
- સરકારી વસાહતમાં મેન્ટેનન્સનું કામ કરતાએ ચોરીને અંજામ આપ્યો
અમદાવાદ :શહેરના એચ.ડી. વિઝન ખાતે ફરજ બજાવતા SP પી.એમ. પ્રજાપતિના ઘરે ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી. જે ઘટના પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત કરતી હતી. ત્યારે પોલીસ માટે ચેલેન્જ બનેલી ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
ચોરીના ગુનાને પોતાના મિત્રોની મદદથી અંજામ આપ્યો
જેમાં પોલીસે ઘરફોડ ચોરીની ઘટનાને પગલે પ્રથમ જ કોઇ જાણ ભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોય તેવી દિશામાં તપાસ કરી હતી. જ્યારે તે દિશા પણ સાચી થવા પામી હતી. સરકારી વસાહતમાં મેન્ટેનન્સનું કામ કરતાએ સમગ્ર ચોરીના ગુનાને પોતાના મિત્રોની મદદથી અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : ચોરીના ગુના અટકાવવા પારડી પોલીસનો નવતર પ્રયોગ, સાયકલ પર કરશે નાઈટ પેટ્રોલીંગ