અમદાવાદ: ધંધુકાના હડાળા ગામે ઓમકાર નદીના કોઝવેમાં ચાર લોકો સહિત ત્રણ દિવસ પહેલા રીક્ષા તણાઈ ગઇ હતી. જેમાં બચાવની બુમાબુમથી આસપાસના ગામ લોકોએ દોડી આવીને ડૂબતા ત્રણ વ્યક્તિઓને બચાવી લીધા હતા. જ્યારે એક મહિલા ઊંડા પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામી હતી. ત્યારે ધંધુકા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરાવી હતી. પરંતુ મહિલા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.
અમદાવાદના ધંધુકામાં ત્રણ દિવસ અગાઉ ડૂબેલી મહિલાનો મૃતદેહ મળ્યો - અમદાવાદ NDRF ટીમ
અમદાવાદના ધંધુકાના હડાળા ગામે ઓમકાર નદીના કોઝવેમાં ચાર લોકો સહિત ત્રણ દિવસ પહેલા રીક્ષા તણાઈ ગઇ હતી. જેમાં રવિવારે 38 કલાકની ભારે જહેમત બાદ NDRF ની ટીમે મૃતદેહ શોધી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
અમદાવાદના ધંધુકામાં ત્રણ દિવસ પહેલા ડૂબેલી મહિલાનો મૃતદેહ મળ્યો
આ બનાવમાં રીક્ષામાં સવાર એક જ પરિવારના પતિ -પત્ની અને ભત્રીજી, લીબડી તાલુકાના જસવંતપુરા ગામના રહીશ હતા. જેઓ ધંધુકાના ખસતા ગામે તેમના સંબંધીના ખબર અંતર પૂછી પરત જતા હતા. ત્યારે આ ઘટના ઘટી હતી. જ્યારે રવિવારે 38 કલાકની ભારે જાહેમત બાદ NDRF ની ટીમે વસંતબેન સુરેશભાઈ મેરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.