- ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ હતી ચૂંટણીલક્ષી બેઠકો
- રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો યોજાશે
- ભાજપા દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાશે
અમદાવાદઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને ભાજપ પ્રદેશ પ્રવક્તા અને ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ મહેશ કસવાલાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ' કમલમ' ખાતે ભાજપાના સાતેય મોરચાઓ અને વિવિધ વિભાગો દ્વારા આગામી સમયમાં થનારા વિવિધ કાર્યક્રમોની કાર્યયોજના વિશે માહિતી આપી હતી.
ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ હતી ચૂંટણીલક્ષી બેઠકો
મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને છેલ્લા બે દિવસથી પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે ભાજપાની વિવિધ ચૂંટણીલક્ષી સંગઠનાત્મક વ્યવસ્થા અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિવિધ બેઠકો યોજાઇ હતી. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રાજ્યભરમાં યોજાવા જઇ રહેલી ચૂંટણીઓ અતિમહત્ત્વની છે. 5મી જાન્યુઆરીએ મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગની બેઠકો તેમજ 6 જાન્યુઆરીએ ભાજપાના તમામ મોરચાના પ્રદેશ આગેવાનોની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી. ત્યારબાદ વિવિધ મોરચાના પ્રદેશ હોદ્દેદારો અને મોરચાના જિલ્લાના અપેક્ષિત અગ્રણીઓ સાથે બેઠકો યોજી હતી.
રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો યોજાશે
મહેશ કસવાલાએ ભાજપાના આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 12 જાન્યુઆરી સુધીમાં ભાજપાના તમામ મોરચાની જિલ્લા બેઠકો પૂર્ણ થશે. 16 થી 26 જાન્યુઆરી સુધીમાં ભાજપાના સાતેય મોરચાઓ રાજ્યના 50 હજારથી વધુ બુથોમાં બે-બે બેઠકો દ્વારા વ્યાપક જનસંપર્ક કરી રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો કરશે.
ભાજપા દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાશે