ગુજરાત

gujarat

ETV Bharat / state

શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, નિફ્ટીમાં 4.5 વર્ષ પછીનો સૌથી મોટો કડાકો - કોરોના વાયરસ

શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડે જોવા મળ્યો હતો. કોરોના વાઇરસની અસર પાછળ વિશ્વના તમામ સ્ટોક માર્કેટમાં ભારે વેચવાલીથી ગાબડા પડયા હતા, તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ જોરદાર વેચવાલી ફરી વળી હતી અને મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1148 પોઈંટ ગબડી 38,297 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 431 પોઇન્ટ તૂટી 11,271 બંધ રહ્યો હતો. નિફટી ઈન્ડેક્સમાં સાડા ચાર વર્ષ પછીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો.

શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, નિફ્ટીમાં 4.5 વર્ષ પછીનો સૌથી મોટો કડાકો
શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, નિફ્ટીમાં 4.5 વર્ષ પછીનો સૌથી મોટો કડાકો

By

Published : Feb 28, 2020, 6:57 PM IST

અમદાવાદઃ મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 30 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેરોના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નીફ્ટી ઈન્ડેક્સ 50 શેરો ઉપર આધારિત છે. જેમાંથી 48 કંપનીઓના શેરો નીચા ભાવે બંધ રહ્યા હતા.

શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, નિફ્ટીમાં 4.5 વર્ષ પછીનો સૌથી મોટો કડાકો
કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તેને કારણે દુનિયાભરના બજારોમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે, તેને કારણે ગત મોડીરાત્રે અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 1190 પોઇન્ટનો મોટો કડાકો બોલી ગયો હતો. તેની પાછળ વિશ્વના તમામ સ્ટોક માર્કેટ ગબડીને આવ્યા હતા. અને તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ તમામ સેકટરના શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. બીજી તરફ ડોલર સામે રૂપિયો પણ ઝડપી તૂટીને 72.03 રહ્યો હતો. જેની પણ શેરબજારના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર પડી હતી.શૅરબજાર છેલ્લા છ દિવસથી સતત ઘટી રહ્યું છે, આ 6 દિવસમાં રોકાણકારોના 10 લાખ રૂપિયાના રોકાણ ડુબી ગયું છે. આજે માર્કેટ કેપિટલાઇઝેશનમાં સાડા ત્રણ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. કોરોના વાઇરસનો ફેલાવો કેલિફોર્નિયા ઈરાનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયો છે. ઈરાનમાં 26 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. તેની વૈશ્વિક ઇકોનોમી પર વિપરીત અસર જોવા મળશે. જે ધારણાએ વિદેશી નાણાકીય સંસ્થાઓની ભારતીય શેર બજારમાં ચોગરદમ વેચવાલી નીકળી હતી અને તેને પરિણામે જ શેરબજારમાં આજે ભારે કડાકો જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details