ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસનો મોટો આક્ષેપ, ગગનચુંબી ઇમારતોની મંજૂરી એ ભાજપના ફંડ મળતીયાઓ માટે ફાયદાકારક - allegation of the Congress party

રાજ્યના મહાનગરોમાં ગગનચુંબી ઇમારતોને મંજૂરી પર કોંગ્રેસ પક્ષે ભાજપ પર આક્ષેપો મૂક્યાં છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકારે આ નિર્ણય માત્રને માત્ર બિલ્ડરો અને તેના ફંડ મેનેજરોને લાભ પહોંચાડવા માટે કર્યો છે.

મનિશ
મનિષ

By

Published : Aug 19, 2020, 9:15 AM IST

અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-2017માં ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસે ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકારે આ નિર્ણય માત્રને માત્ર બિલ્ડરો અને તેના ફંડ મેનેજરોને લાભ પહોંચાડવા માટે કર્યો છે.

ગુજરાત કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શહેરી નાગરિકોના જીવનમાં બદલાવ લાવીને સુખાકારી, સુવિધા, પરિવર્તન લાવવાની, સેવાના દાયિત્વ નિભાવવામાં ઊણાં ઉતરેલા ભાજપાના શાસકો માટે દરેક ‘સ્કિમ’ યોજના એ કૌભાંડ છે. નગર એટલે નળ-ગટર-રસ્તા એ શહેરી વિકાસનો સમય બદલાયો છે, છતાં ભાજપના શાસકોએ છેલ્લા 15 વર્ષથી શહેરી નાગરિકોને ટેક્ષના લૂટ તંત્રમાં ઘેરી લીધા છે.

ગગનચુંબી ઇમારતોની મંજૂરી એ ભાજપના ફંડ મણતીયાએ માટે ફાયદો : કોંગ્રેસ

ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરપાલિકાના 24 ટકા વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. આઠ મહાનગરોમાં છેલ્લા 15 વર્ષમાં ટેક્સમાં 300 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આઠ મહાનગરો અને 160 નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના રાફડા ફાટ્યા છે. 15 લાખ કરતા વધુ ગેરકાયદેસર બાંધકામ એ ભાજપ શાસકો ચૂંટણી ફંડ આપનાર, ઊઘરાવનાર અધિકારીઓ માટે ઘનસંગ્રહનો ભાગ હતો. રાજ્યના 8 મહાનગરોમાંથી માત્ર ત્રણ શહેરોમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એ નાગરિકોના લાભને બદલે ખાનગી બસ કોન્ટ્રાક્ટરો અને ભાજપના પદાધિકારીઓને કમાણીનું ATM છે.

તેમણે વધુમાં આક્ષેપો કર્યા છે કે, શહેરોના અસંતુલિત વિકાસ માટે ભાજપ શાસકોની ભ્રષ્ટ નિતી અને નિયત સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજ્યના આઠ મહાનગરો અને 160 નગરપાલિકા શહેરી વિસ્તારમાં 2.5 કરોડથી વધુ નાગરિકો વસવાટ કરતા હોય ત્યાં 15 વર્ષ કરતા વધુ સમયથી શાસન કરતી ભાજપે સેવાસદનોને મેવા સદનો બનાવી દીધા છે, ત્યારે સામાન્ય–મધ્યમવર્ગને ઘરનું ઘર પરવડે તેમ કિંમત ઉપલબ્ધ થાય તે દિશામાં નીતિગત અમલ કરવાને બદલે ચૂંટણી ફંડ આપનાર બિલ્ડરો, ગેરકાયદેસર બાંધકામનો ગૃહઉદ્યોગ ચલાવનાર અધિકારીઓ, પદાધિકારીઓના લાભાર્થે જ ભાજપ સરકાર સતત વિકાસના નામે યોજનાઓ જાહેર કરી રહી છે.

ભાજપના શાસકોએ સામાન્ય, મધ્યમ પરિવારોને પરવડે તેવા મકાનની વ્યવસ્થાને તોડી નાંખીને ગુજરાત હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ, હળપતી આવાસ બોર્ડને તાળાં મારી દીધા હતાં. ભાજપ શાસકોએ કરોડો રૂપિયાનો ચૂંટણી ફંડ મેળવીને સત્તા ટકાવી રાખી છે, ત્યારે ફરી એક વખત ભાજપા શાસકોએ હોરીઝોન્ટલ ભ્રષ્ટાચારની મર્યાદા પૂર્ણ થતાં વર્ટિકલ ભ્રષ્ટાચારને આગળ ધપાવવા શહેરી વિકાસના નામે ગગનચુંબી ઈમારતોને મંજૂરીની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતમાં 2012માં 50 લાખ મકાનની જાહેરાત કરનાર ભાજપ શાસકો છેલ્લા 10 વર્ષમાં કેટલા મકાનો પરવડે તેવી કિંમતના બનાવ્યા અને શહેરી નાગરિકોને શું શું સુવિધા આપી તેનો હિસાબ આપે તેવી પણ માંગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details