ગુજરાત

gujarat

ETV Bharat / state

BJP અધ્યક્ષ સી. આર પાટીલે પાર્ટી વતી નાગરિકોને દિવાળીની પાઠવી શુભેચ્છા - ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને દીવાળીની શુભકામનાઓ પાઠવી

ભારતના સૌથી મોટા તહેવાર દિપાવલીના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા દ્વારા દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને દીવાળીની શુભકામનાઓ પાઠવી
ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને દીવાળીની શુભકામનાઓ પાઠવી

By

Published : Nov 14, 2020, 2:27 PM IST

● ભાજપે નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

● સૈનિકોના નામે દીપ પ્રજ્વલિત કરવા અપીલ

● 'વોકલ ફોર લોકલ' માટે અપીલ

ગાંધાનગર: ભારતના સૌથી મોટા તહેવાર દિપાવલીના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા દ્વારા દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

દિવાળીનું પર્વ લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર અસત્ય સામે સત્યનો વિજય છે. આ તહેવાર લોકોના જીવનમાં આનંદ અને સુખ સમૃદ્ધિ લાવે તેવી તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે. તેમણે જણાવ્યું હતું કે, નવું વર્ષ વિક્રમ સંવત 2077 લોકો માટે શુભદાયી, ફળદાયી અને આરોગ્યદાયી નીવડે. તમોગુણ રૂપી તિમિર દીપના પ્રકાશથી નાશ પામે તેવી કામના તેમણે કરી હતી.

ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને દીવાળીની શુભકામનાઓ પાઠવી
તહેવારોની સાથે કોરોનાને લઇને સાવચેતી પણ જરૂરીઆ સાથે જ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીનું પર્વ લોકોના જીવનમાં રંગોળીની જેમ રંગ પૂરે છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસ સંક્રમણને કારણે સાવચેત રહેવું જોઈએ. માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. આ સાથે જ તેમણે સૈનિકોના નામે એક દીવો પ્રગટાવવા પણ અપીલ કરી હતી.'વોકલ ફોર લોકલ' માટે અપીલઆ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' ના સૂત્રને દિવાળીમાં સાકાર કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ લોકો લોકલ વસ્તુઓ ખરીદે, જેથી દેશના અર્થતંત્ર અને નાની મોટી કમાણી કરતા ગરીબોને પણ ફાયદો થાય તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details