ગુજરાત

gujarat

ETV Bharat / state

Fire in Ahmedabad : ખોખરામાં ભજીયા હાઉસમાં લાગી ભીષણ આગ, 8 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદના ખોખરા સર્કલ પાસે એક ભજીયાની દુકાનમાં ભયંકર (Fire in Ahmedabad) આગ લાગી હતી. અંદાજીત 4થી 5 દુકાનો આગે વિકરાળ (Bhajiya Shop in Ahmedabad Caught Fire) સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે, ફાયરબ્રિગેડ (Ahmedabad Fire Brigade) જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવી હતી.

By

Published : Mar 7, 2022, 7:24 AM IST

Fire in Ahmedabad : ખોખરામાં ભજીયા હાઉસમાં લાગી ભીષણ આગ, 8 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે
Fire in Ahmedabad : ખોખરામાં ભજીયા હાઉસમાં લાગી ભીષણ આગ, 8 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ : અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં (Fire in Ahmedabad) ભીષણ આગ લાગી છે. આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગ લાગી હોવાનો ફાયરબ્રિગેડને મેસેજ મળતા 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે આજુબાજુમાં આવેલી 4થી 5 દુકાનો (Bhajiya Shop in Ahmedabad Caught Fire) પણ આગની લપેટમાં આવી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ખોખરામાં ભજીયા હાઉસમાં લાગી ભીષણ આગ

આ પણ વાંચો :Fire in Rajkot : રાજકોટમાં રૂ ના ગોડાઉનમાં લાગી આગ, લાખોનો માલ ખાખ

આગ સમયે અદાણી ગેસ લાઈન લીકેજ થઈ

ખોખરા સર્કલ ખાતેના રાયપુર ભજીયા હાઉસમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ (Gas Cylinder Blast in Ahmedabad) અને ગેસ લીક થતા આગ લાગી હતી. ભજીયા હાઉસની દુકાનમાં આગની ઘટનાની સાથે સાથે ત્યાંથી પસાર થતી અદાણી ગેસની પાઇપલાઇનમાં પણ લીકેજ થઈ હતું. ગેસ લીકેજ થતાં પાઇપલાઇન બંધ કરવામાં આવી હતી. 8 જેટલી ફાયરબ્રિગેડની (Ahmedabad Fire Brigade) ગાડીઓએ એક કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. સમગ્ર ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી.

આ પણ વાંચો :Fire in Sugar Factory at Kamrej : બગાસના ઢગલામાં લાગેલી આગ 26 કલાકે કાબૂમાં આવી

બ્લાસ્ટ પણ થયાના વીડિયો વાયરલ

રાયપુર ભજીયા હાઉસમાં અચાનક આગ ફાટી (Fire Broke out near Khokhra Circle) નીકળી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આગને પગલે એક જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો. જો કે આ બ્લાસ્ટ સંભવતઃ ગેસના કારણે થયો હોવાની શક્યતા છે. ગેસ સિલિન્ડર (Fire Broke out in Raipur Bhajiya Shop) બ્લાસ્ટને પગલે લોકોમાં દોડધામ મચી હતી. આગની ઘટના બાદ સોશિયલ મીડિયામાં આગને પગલે થયેલા બ્લાસ્ટના વીડિયો વાયરલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details