ગુજરાત

gujarat

ETV Bharat / state

ભદ્ર સીટી સિવિલ-સેશન્સ કોર્ટનું ચીફ જસ્ટિસ દ્વારા કરાશે લોકાપર્ણ - Civil-sessions court

અમદાવાદ: શહેરના લાલ દરવાજા ખાતે જૂની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની ઇમારત હવે નવારૂપ રંગમાં તૈયાર થઈ ગઈ છે અને આગામી 14મી એપ્રિલના રોજ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ એ.જે. દેસાઈ દ્વારા ઇમારતનું ઉદ્યઘાટન કરવામાં આવશે.

ભદ્ર સીટી સિવિલ-સેશન્સ કોર્ટનું ચીફ જસ્ટિસ દ્વારા લોકાપર્ણ કરાશે

By

Published : Mar 23, 2019, 10:09 AM IST

14મી એપ્રિલના રોજ બંધારણના રચિયતા ડૉકટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ હોવાથી આ દિવસની પસંદગી કરવામાં આવી છે. નવી ઇમારતમાં 9માં માળ સુધી 55 કોર્ટ કામ કરશે. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ વકીલો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. વર્ષ 1919થી કાર્યરત ભદ્ર જૂની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનું વર્ષ 2014માં રીનોવેશન કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.

આ 4 વર્ષના સમયગાળા દરમિયાન સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ઇન્કમ ટેક્સ પાસે આવેલી જૂની હાઇકોર્ટ સંકુલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જૂની સીટી સિવિલ કોર્ટમાં જેલ સહિતનું બાંધકામ ઐતિહાસિક હોવાથી તેને તોડવામાં આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details