- 580 વર્ષ પછી જોવા મળ્યું સૌથી લાબું ચંદ્રગ્રહણ
- અમેરિકા અને યુરોપમાંથી દેખાયું ચંદ્રગ્રહણ
- અવકાશ વૈજ્ઞાનિકો માટે મહત્વની ઘટના
અમદાવાદઃઆજે 580 વર્ષ બાદ વિશ્વનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ(The longest lunar eclipse in the world ) જોવા મળ્યું હતું. ભારતમાં તે દેખાયુ નહોતું, પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં(America and Australia) તે જોવા મળ્યું હતું. જે ભારતીય સમય અનુસાર બપોરે 12.45 થી સાંજના 4.45 વાગ્યા સુધી જોવા મળ્યુ હતું. એટલે કે સાડા ત્રણ કલાક જેટલું આ ચંદ્રગ્રહણ ( Lunar eclipse)જોવા મળ્યું હતું.
વૈજ્ઞાનિકો માટે ચંદ્રગ્રહણનું અધ્યયન
વૈજ્ઞાનિક નરોત્તમ શાહૂ (Scientist Narottam Shahu)જણાવે છે કે, ચંદ્રગ્રહણ દરમિયાન જે પ્રકાશ ચંદ્ર પર પડે છે. ત્યારે સૂર્યના પ્રકાશની હાજરી હોતી નથી. જેથી ચંદ્રની સપાટી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, તેથી ચંદ્ર પરની સપાટીનો અભ્યાસ થઈ શકે છે. આ ઉપરાંત ચંદ્ર પર પાણીની હાજરી, ખડકો વગેરેનો અભ્યાસ થઈ શકે છે.