અમદાવાદના જમાલપુર પાસે આવેલા બાવરી સમાજના સ્મશાનની નક્કર વાસ્તવિકતા દર્શાવતી દુર્દશા જોવા મળી હતી. કે જ્યાં માણસને દફન કરવામાં આવ્યા છે તે જગ્યાએ કબ્રની ઉપર પણ બદબૂ મારતો કચરાનો ઢગલો કરવામાં આવે છે. પીવાના ચોખ્ખા પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પ્લાસ્ટિક, ગાભા-ડૂચા, કાચની બોટલો તેમજ નોનવેજના હાડકા સુધ્ધા અંદર નાખવામાં આવે છે. હદ તો ત્યારે થાય છે કે, આ બધું અંદર નાખીને સળગાવવામાં આવે છે. ત્યારબાદ ઉપર પાણીની ઓવરહેડ ટાંકી પણ તોડી નાંખવામાં આવી છે. વીજળીના થાંભલાને ડીપીમાંથી તોડી ગેરકાયદેસર કનેક્શન લઈ વીજળી વાપરવામાં આવતી હતી, અને તેના વાયરો કાપી ડીપીને રોડ પર તોડીને ફેંકી દેવામાં આવી છે.
અમદાવાદમાં બાવરી સમાજના સ્મશાનમાં ગંદકીનું સામ્રાજ્ય
અમદાવાદઃ કહેવાય છે કે, મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તે ચિરનિદ્રામાં પોઢી ગયા હોય છે. જેથી તેમના પવિત્ર દેહને દફન કરવામાં આવે આવતો હોય છે. ત્યારે આ જગ્યાની દુર્દશા જોતા લાગે છે કે, અહીં પણ તેમને શાંતિ નહીં મળી શકે.
સ્મશાનની દુર્દશા
ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકારે તો એટલે સુધી કીધું છે કે, યહા ક્યું ચેન સે ન સોઉ મેં, યહ જગા મૈને જાન દેકર પાઈ હે. ત્યારે હવે જોવાનું એ રહ્યું, કે આ બર્બરતામાંથી બાવરી સમાજના સ્મશાનને તંત્ર ક્યારે જાગી અને પગલાં ભરશે, કે પછી આ સ્મશાનમાં જેમની આંખો મિંચાઈ ગઈ છે તે સૂઈ ગયા છે, તો તંત્રની પણ તેમની જેમ જ આંખો મીચાઈ ગઈ છે કે શું?