નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે હાલ આ પર્વને ગણતરીના દિવસો બાકી છે. તેની સાથે-સાથે યુવાનો પણ ઘણા પ્રકારના ગરબા ડ્રેસની ખરીદીમાં તથા ગરબાનો સ્ટેપ શીખવામાં વ્યસ્ત થઈ ગયા છે.
આ વખતની નવરાત્રીમાં પ્રેક્ષકોને પણ મળશે ઇનામ - ગોસેલેબ નવરાત્રી
અમદાવાદ: જેની ખેલૈયાઓ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. તે નવરાત્રી ઉત્સવની શરૂઆત થોડા સમયમાં થવાની છે, ત્યારે નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતાં. તો આ વખતે નવરાત્રીમાં પ્રેક્ષકોને પણ ઈનામ મળશે.
![આ વખતની નવરાત્રીમાં પ્રેક્ષકોને પણ મળશે ઇનામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4489488-thumbnail-3x2-amd.jpg)
etv bharat amd
આ વખતની નવરાત્રીમાં પ્રેક્ષકોને પણ મળશે ઇનામ
નવરાત્રીને લઇને પાર્ટી પ્લોટવાળા પણ ખેલૈયાઓને આવકારવા માટે તૈયાર છે, ત્યારે ગોસેલેબ દ્વારા અમદાવાદના ગ્રીન અંદાઝ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડ એક્ટર રિમી સેન, અરવિંદ વેગડા, ભૂમિક શાહ, નિરાલી ફોજદાર, સત્યેન વાઘેલા જેવા અનેક કલાકારો સામેલ થવાના છે.