સ્પેશિયલ CBI કોર્ટમાં બચાવ પક્ષના વકીલ વી.ડી. ગજ્જરે રજુઆત કરી હતી કે, ઈશરત અને તેના સાગરીતો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે પોલીસ અધિકારીઓએ કરેલી તેમની ફરજ અનૂરૂપ હતી. એટલુ જ નહી ઈશરતનું અપહરણ કરાયું ન હોવાથી સરકારે સંડોવાયેલા અધિકારીઓની સામે કેસ ચલાવવા માટેની પરવાનગી આપી ન હતી. એફબીઆઈના નિવેદનમાં હેડલીએ નોંધ્યું હતું કે, ઈશરત આતંકી પ્રવૃતિઓ સાથે સંકળાયેલો હતો. તેથી અધિકારીઓએ સમય અને સંજોગો તેમજ તેમની ફરજના ભાગરૂપ કાર્યવાહી કરી હતી.
ઈશરત જહાં નકલી એકાઉન્ટર કેસમાં 29 એપ્રિલે થઇ શકે છે સુનાવણી - argument
અમદાવાદ: ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે આરોપી એન.કે અમીન અને ડી.જી વણઝારા દ્વારા કેસ ડ્રોપની અરજી કરવામાં આવી હતી. જેની સામે ઈશરતની માતા દ્વારા કરાયેલી વાંધા અરજી સામે બચાવ પક્ષના વકીલ વી.ડી ગજ્જરે 16 એપ્રિલના સ્પેશિયલ CBI કોર્ટમાં દલીલ કરી હતી. આ મામલામાં સ્પેશિયલ કોર્ટ 29 એપ્રિલના સુનાવણી કરી શકે છે.
![ઈશરત જહાં નકલી એકાઉન્ટર કેસમાં 29 એપ્રિલે થઇ શકે છે સુનાવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3024880-thumbnail-3x2-courtahd.jpg)
કોર્ટમાં ઈશરતની માતા શમીમા કૌશરની વકીલ બ્રિન્દા ગ્રોવરે પણ 33 પાનાની લેખિત રજુઆત કોર્ટ સમક્ષ રજુ કરી હતી. ગત સુનાવણી દરમિયાન ઈશરતની માતા તરફથી વકીલ વૃંદા ગ્રોવરે રજુઆત કરતા જણાવ્યું હતું કે, સીઆરપીસીની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરાયા પણ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઈશરત અને તેના સાગરીતોની ધરપકડ થઈ શકતી હતી, પરતું તેમનું અપહરણ કરીને એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરોડા વિસ્તાર પાસે વર્ષ 2004માં મુંબઈની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો.