- ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ
- ગાંધી આશ્રમના 1 એકર મુખ્ય એરિયામાં કોઈ ડેવલોપમેન્ટ નહીં થાય
- નવીનીકરણ થવાથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે નામના વધશે
અમદાવાદઃભારતને 200 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરાવવા અહિંસાની મહાન લડત જે આશ્રમથી ચલાવવામાં આવી હતી તે ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટનો(Redevelopment of Gandhi Ashram ) મુદ્દો હાઇકોર્ટમાં પહોંચતા આજે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે અરજદારે ( Gujarat High Court)કોર્ટમાં કરેલી માંગણીઓ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે નવીનીકરણ થવાથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે નામના વધશે.
ગાંધી આશ્રમના મુખ્ય એરિયામાં કોઈ ડેવલોપમેન્ટ નહીં થાય
કોર્ટમાં રાજ્ય સરકારે (State Government)સ્પષ્ટ કહ્યુ હતું કે તેઓ ગાંધી આશ્રમના(Gandhi Ashram) મુખ્ય એરિયામાં કે જે 1 એકર સુધી વિસ્તરેલું છે તેમાં કોઈ ડેવલોપમેન્ટ (Redevelopment of Gandhi Ashram ) નહીં કરે પણ તેની આસપાસના 55 એકરની જગ્યાઓમાં ડેવલોપમેન્ટ હાથ ધરવામાં આવશે. આ સાથે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ( Advocate General Kamal Trivedi)પણ સ્પષ્ટ કર્યું હતું કે કહેવાય છે કે નવીનીકરણ મામલે અહીં એમ્યુઝમેન્ટ પાર્ક બનશે પણ અહીં એવું કંઈ થવાનું નથી. અમે જે ડેવલોપમેન્ટ કરવાના છીએ તે ગાંધીજીના વિચારોને(Thoughts of Gandhiji) જ આધીન હશે.
નોટિસ આપ્યા વિના લોકોને ખસેડવામાં આવી રહ્યા છે