ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ઇ-કોમર્સ કંપનીઓની છૂટ-છાટ રદ કરી - The approval granted to e-commerce was withdrawn during the time of lockdown

નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને લોકડાઉનના સમય દરમ્યાન ઈ કોમર્સને આપેલી મંજૂરી પરત ખેંચવાના નિર્ણયને આવકારી ગુજરાતના નાના વેપારીઓ વતી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.

ઇ-કોમર્સ કંપનીઓની છૂટ-છાટ રદ્દ
ઇ-કોમર્સ કંપનીઓની છૂટ-છાટ રદ્દ

By

Published : Apr 19, 2020, 4:26 PM IST

અમદાવાદ: ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 20 મી એપ્રિલથી લોકડાઉનના સમય દરમિયાન આપવામાં આવનાર કેટલીક છૂટછાટના નિયમોની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટેની કરિયાણાની દુકાનો તથા દવાની દુકાનોની સાથે સાથે ઇ-કોમર્સ કંપનીઓને પણ છૂટછાટ આપવામાં આવી હતી.

ઇ-કોમર્સ કંપનીઓની છૂટ-છાટ રદ્દ
આ સંદર્ભમાં ગુજરાતના નાના વેપારીઓના મંડળે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને રજૂઆતો કરી જણાવ્યું હતું કે, નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને ઈ-કોમર્સ કંપનીઓને આ પ્રકારની છૂટ ન આપવી જોઈએ. ઘણાં સમયથી વેપાર-ધંધા બંધ હોવાને લીધે નાના વેપારીઓ આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. ત્યારે ઈ-કોમર્સ કંપનીઓને આપવામાં આવેલી છુટને લીધે નાના વેપારીઓને ધંધામાં ઘણું નુકસાન થશે.ઉપરોક્ત રજૂઆતને ધ્યાનમાં લઈને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ટેલિફોનીક વાતચીત કરી નાના વેપારીઓની લાગણી તેમના સુધી પહોંચાડી હતી. કેન્દ્ર સરકારે નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈનમાં સુધારો કરી આજે જાહેર કર્યું હતું કે, લોકડાઉનના સમય દરમિયાન ઈ કોમર્સને આપેલી છૂટછાટ પરત ખેંચવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details